Kheda: દોસ્ત દોસ્ત ના રહા, 50 હજાર માટે મિત્રે જ મિત્રનુ કાઢી નાખ્યું કાસળ

|

Jun 22, 2022 | 12:22 PM

ખેડાના (Kheda) નડિયાદ તાલુકાના સલુણ ગામમાં 19 જૂનની સવારે 25 વર્ષિય રાજુ રયજીભાઈ ગોહિલનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.

Kheda: દોસ્ત દોસ્ત ના રહા, 50 હજાર માટે મિત્રે જ મિત્રનુ કાઢી નાખ્યું કાસળ
મિત્રની હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો

Follow us on

ખેડા (Kheda) જિલ્લામાં એક મિત્રએ જ મિત્રની હત્યા (Murder) કરી દીધી હોવાની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા મિત્રએ જ મિત્રનું કાસળ કાઢી દીધુ. નડિયાદ (Nadiad) પાસે આવેલ સલુણ ગામમાં રાજુ ગોહેલ નામના વ્યક્તિની હત્યા કરાયેલો મૃતદેહ બે દિવસ બાદ તેના જ ઘરથી થોડે દૂર આવેલા ખેતરમાં મળી આવ્યો. જો કે પોલીસે સમગ્ર મામલાની તપાસ કરતા તેના મિત્રએ જ તેની હત્યા કરી હોવાનું ખુલ્યુ. જો કે પોલીસે આરોપીને ઝડપી તેની વધુ પુછપરછ હાથ ધરી છે.

19 જૂને ખેતરમાંથી મળ્યો મૃતદેહ

ખેડાના નડિયાદ તાલુકાના સલુણ ગામમાં 19 જૂનની સવારે 25 વર્ષિય રાજુ રયજીભાઈ ગોહિલનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યા કરાયેલો મૃતદેહ હઠીપુરા વિસ્તારમાં મૃતકના જ ઘર પાસેના ખેતરમાંથી અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ નડિયાદ ગ્રામ્ય પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જે પછી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે આ હત્યા કોણ અને કેવી રીતે કરી તેની ઝીણવટપૂર્વક તપાસ શરુ કરી હતી.

17 જૂનથી મૃતકની કોઇ ખબર ન હતી

પોલીસે મૃતકના પરિવારજનોની પુછપરછ શરુ કરી હતી. જે પરથી જાણવા મળ્યુ હતુ કે, મૃતક રાજુ 17 જૂનના રોજ રાત્રે પોતાના મિત્ર પાસે બેસવા ગયો હતો. બાદમાં તે ઘરે આવ્યો જ ન હતો. જેથી પોલીસે મૃતકના મિત્રોની પુછપરછ શરુ કરી હતી. જે પછી પોલીસને કડીઓ મળતી ગઇ હતી અને રાજુ ગોહિલની હત્યા તેના જ મિત્ર ગુણવંત પરમારે કરી હોવાનું પોલીસને જાણવા મળ્યુ હતુ. જે પછી પોલીસ આરોપી ગુણવંતને શોધી તેની ધરપકડ કરી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રુપિયાની લેતીદેતીમાં કરી હત્યા

પોલીસે આરોપી ગુણવંત પરમારને તેના જ મિત્રની હત્યાનું કારણે પુછતા આરોપીએ જણાવ્યુ હતુ કે તેણે તેના મિત્ર રયજીને 50 હજાર રૂપિયા ઉધાર આપ્યા હતા. જે પછી રૂપિયા માગવા માટે 17 જૂને તેણે રાજુને બોલાવ્યો હતો. જો કે રાજુએ રુપિયા આપવાનો ઇન્કાર કરતા આરોપી ગુણવંત અને રાજુ ગોહિલ વચ્ચે બોલાચાલી થઇ હતી. જે પછી ઉશ્કેરાયેલા ગુણવંત પરમારે રાજુ ગોહિલની હત્યા કરી નાખી હતી અને મૃતદેહને પાસેના ખેતરમાં નાખીને તે પોતાના ઘરે પરત આવી ગયો હતો. ત્યારે સમગ્ર મામલે હવે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Article