KHEDA : કેનાલનું પાણી રેલ બ્રિજને પાર કરતા રહી ગયું, સિંચાઇ વિભાગની ઘોર બેદરકારી
ખેડા જિલ્લામાં એક એવી ઘટના બની કે જેમાં સિંચાઇ વિભાગની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના બનતા બચી ગઇ છે. અહીં, કેનાલનું પાણી રેલ બ્રિજને પાર કરતા રહી ગયું હતું.
KHEDA : ખેડા જિલ્લામાં એક એવી ઘટના બની કે જેમાં સિંચાઇ વિભાગની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના બનતા બચી ગઇ છે. અહીં, કેનાલનું પાણી રેલ બ્રિજને પાર કરતા રહી ગયું હતું. નડિયાદમાં સિવિલ હોસ્પિટલ પાછળ રેલ બ્રિજ પાસે આ ઘટના બની હતી. કેનાલનું પાણી બ્રિજને લગોલગ અડી જતાં જળસ્તર ઘટાડવું પડ્યું હતું. સ્થાનિકોએ નહેર વિભાગને જાણ કરતા તુરંત કેનાલનું લેવલ ઘટાડવું પડ્યું હતું. જો આ ઘટનામાં પાણીનું સ્તર વધી ગયું હોત તો મોટી સમસ્યા અથવા તો દુર્ઘટના બની શકી હોત. જોકે, સ્થાનિકોની અગમચેતીને કારણે કોઇ દુર્ઘટના સર્જાઇ નથી.
Latest Videos
Latest News