AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ખેડાના માતરના બરોડા ગામમાં વીજળી પડતા 35થી વધુ ઘેટાં-બકરાંનાં મોત

ખેડાના માતરના બરોડા ગામમાં વીજળી પડતાં 35 થી વધુ ઘેટાં-બકરાંનાં મોત થયા હોવાનું સામે આવ્યુ છે. કમોસમી વરસાદના કારણે પંથકમાં કેળાના પાકને વ્યાપક નુકસાન થયું હતુ.

Breaking News : ખેડાના માતરના બરોડા ગામમાં વીજળી પડતા 35થી વધુ ઘેટાં-બકરાંનાં મોત
Kheda Rain Image Credit source: smibolic pic
| Updated on: May 29, 2023 | 12:41 PM
Share

ખેડાના ( Kheda )  વલ્લાથી ત્રાજ સુધીના ગામોમાં વાવાઝોડાથી નુકસાન થયુ હોવાનું સામે આવ્યુ છે. આ સાથે જ ખેડાના માતરના બરોડા ગામમાં વીજળી પડતાં 35 થી વધુ ઘેટાં-બકરાંનાં મોત થયા હોવાનું સામે આવ્યુ છે. કમોસમી વરસાદના કારણે પંથકમાં કેળાના પાકને વ્યાપક નુકસાન થયું હતુ.

આ પણ વાંચો : Kheda : વડતાલધામ દ્વિશતાબ્દી નિમિત્તે યોજાયેલી સહજાનંદી બાળ શિબિર સંપન્ન, 2500 જેટલા બાળકોએ લીધો ભાગ

આ સાથે ભારે પવન સાથે વરસાદ ખાબક્તા મકાનોનાં છાપરાં, વાહનોને મોટાપાયે નુકસાન થયુ છે. વારસંગ, રઢુ, બરોડા, ત્રાજ ગામની સીમમાં વ્યાપક નુક્સાન થયુ છે. ખેડા તાલુકામાં મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા છે.

વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે 25 થી વધુ ઊંટના મોત નિપજ્યા

તો બીજી તરફ ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમિકલયુક્ત ઝેરી પાણી પીવાના કારણે 25 થી વધુ ઊંટના મોટ નિપજ્યા હતા. ઊંટ એ સ્થાનિકોની રોજીરોટીનું મુખ્ય સાધન છે. ત્યારે પશુપાલકોના ઊંટ ટપોટપ મરવા લગતા પશુપાલકોને માથે હાથ દેવાનો વારો આવ્યો હતો.

ડાયાબિટીસ કંટ્રોલ માટે ઊંટના દૂધના ઉપયોગની શરૂઆત બાદ ઊંટની માંગ ખુબ વધી હતી તેવા સમયે ઊંટના મોતની ઘટનાના ઘેર પ્રત્યાઘાત પડયા હતો. સૂકાભંઠ આ વિસ્તારમાં કેમિકલયુક્ત વેસ્ટ ક્યાંથી આવ્યું તે તપાસનો વિષય બન્યો હતો જયારે મામલે સંલગ્ન સરકારી એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી.

ડાયાબિટીસ નિયંત્રણ માટે ઊંટના દૂધના ઉપયોગ બાદ ઊંટની માંગમાં વધારો

સ્થાનિક અગ્રણી મહમત જત અનુસાર ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકા અને આલીયાબેટ મળી ઊંટની સંખ્યા 1000 આસપાસ છે. ડાયાબિટીસ નિયંત્રણ માટે ઊંટના દૂધના ઉપયોગ બાદ દૂધ માટે ઊંટની માંગ વધી છે. પશુપાલકો માટે વર્ષોથી આવક માટે નિરુપયોગી રહેલા ઊંટ હવે કામનીનું સાધન બની રહ્યા છે. તે સમય ઊંટના મોતની ઘટનાથી પશુપાલકોમાં દુઃખ સાથે રોશની લાગણી જોવા મળી રહી છે. હવે એક ઊંટ 40 હજાર રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે. આ ઉપરાંત રણ વિસ્તારમાં ઊંટગાડી ખેચવા માટે પણ ઊંટની ખરીદી કરવા રાજસ્થાની વેપારીઓ વાગરા અને આલીયાબેટ આવતા હોય છે.

કેમિકલ યુક્ત ઝેરી પાણી ક્યાંથી આવ્યું

સ્થાનિકો અનુસાર આ સૂકાભંઠ વિસ્તારમાં કેમિકલ વેસ્ટ ક્યાંથી આવ્યું તે તપાસનો વિષય છે. અહીં એફ્લુઅન્ટની પાઈપલાઈન અથવા ઝેરી રસાયણિક કચરાનો નિકાલ થયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.સ્થાનિકોએ આ મામલે તંત્રને તપાસ હાથ ધરી કસુરવારો સમયે પગલાં ભરવા અને પીડિતોને વળતર અપાવવા માંગ કરી છે.

ખેડા  જિલ્લા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">