ખેડામાં ખેડુતો અતિ વરસાદથી પરેશાનીમાં, ખેતરોમાં પાણી ભરાઈ જવાનાં કારણે વ્યાપક નુક્શાન થવાનો અંદાજ

|

Sep 20, 2020 | 10:19 PM

જે સ્થિતિ રાજકોટ જિલ્લાના ખેડૂતોની છે તેવી જ સ્થિતિ ખેડાના ખેડૂતોની પણ છે. અહીં પણ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જે ખેતરોમાં થોડા દિવસ પહેલા વાવણી કરવામાં આવી, વાવણી સાથે સારા પાકની આશા ખેડૂતોએ રાખી તે જ ખેતરોમાં હાલ પાણી ભરાઈ ગયા છે અને ધરતી પુત્રની આશાઓ પર ફરી વળ્યા છે પાણી. હકીકતમાં આ કોઈ […]

ખેડામાં ખેડુતો અતિ વરસાદથી પરેશાનીમાં, ખેતરોમાં પાણી ભરાઈ જવાનાં કારણે વ્યાપક નુક્શાન થવાનો અંદાજ
http://tv9gujarati.in/kheda-ma-kheduto…n-thavano-andaaj/

Follow us on

જે સ્થિતિ રાજકોટ જિલ્લાના ખેડૂતોની છે તેવી જ સ્થિતિ ખેડાના ખેડૂતોની પણ છે. અહીં પણ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જે ખેતરોમાં થોડા દિવસ પહેલા વાવણી કરવામાં આવી, વાવણી સાથે સારા પાકની આશા ખેડૂતોએ રાખી તે જ ખેતરોમાં હાલ પાણી ભરાઈ ગયા છે અને ધરતી પુત્રની આશાઓ પર ફરી વળ્યા છે પાણી.

હકીકતમાં આ કોઈ નદી કે તળાવ નહીં પણ વીણા ગામના ખેડૂતોના ખેતરના છે. વરસાદ પડ્યાના બે દિવસ પછી પણ ખેતરમાંથી પાણી નથી ઓસર્યા. ખેતરો પાણી પાણી થઈ ગયા છે. જ્યાં પાણી દેખાઈ રહ્યું છે ત્યાં થોડા દિવસ પહેલા ખેડૂતોએ ઘણી આશાઓ સાથે વાવણી કરવામાં આવી હતી. ખેડૂતોએ તમાકુ, ડાંગર, બાજરી અને જુવારનું વાવેતર કર્યું હતું.

બે દિવસ પહેલા પડેલા વરસાદને કારણે વીણા ગામના 200 એકર જમીનમાં પાણી ફરી વળ્યાં અને તેના કારણે તમાકુના પાકને વ્યાપક નુકશાન થયું. ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્રએ ૨૦૦૫ પછી નડિયાદ કપડવંજ હાઇવે બનાવ્યો તેમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરી નથી અને તેના કારણે જ પાણી ભરાઈ જવાની સમસ્યા પેદા થઇ રહી છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

મહત્વની વાત એ છે કે વીણા ગામ રાજ્યનો બેસ્ટ તમાકુ માટેનો બેલ્ટ ગણવામાં આવે છે અને અહી પકવવામાં આવતી તમાકુનો પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળે છે. જો કે વધારે પ્રમાણમાં વરસાદ અને તંત્રના અણઘડ વહિવટને કારણેચાલુ વર્ષે ખેડૂતોએ રાતા પાનીએ રોવાનો વારો આવશે તેવું લાગી રહ્યું છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:27 am, Tue, 18 August 20

Next Article