Kheda : નડિયાદમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધ દર્દી હોમ ક્વોરન્ટઇનમાંથી ગાયબ

|

Dec 07, 2021 | 10:52 PM

નડિયાદ શહેરના સાથ બજારમાં આવેલી ચોક્સી પોળમાં 22 નવેમ્બરે 65 વર્ષીય વૃદ્ધ અમેરિકાથી આવ્યા હતા.  3 ડિસેમ્બરના રોજ રીપોર્ટ પોઝિટિવ આવતા તેને હોમ ક્વોરન્ટાઈન રહેવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ 65 વર્ષીય વૃદ્ધે રાત્રીના સમયે બેદરકારી દાખવી ઘરેથી ગાયબ થઈ ગયા હતા.

Kheda : નડિયાદમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધ દર્દી હોમ ક્વોરન્ટઇનમાંથી ગાયબ
કોરોના દર્દી ગાયબ

Follow us on

Kheda : કોરોનાની ભયાનકતા કેમ લોકો સમજતા નથી ? આ સવાલ એટલા માટે કારણ કે, અમેરિકાથી નડિયાદ આવેલા એક કોરોનાગ્રસ્ત વૃદ્ધ કવોરન્ટાઈનમાંથી ગાયબ થઈ ગયા છે. નડિયાદ શહેરના સાથ બજારમાં આવેલી ચોક્સી પોળમાં 22 નવેમ્બરે 65 વર્ષીય વૃદ્ધ અમેરિકાથી આવ્યા હતા.  3 ડિસેમ્બરના રોજ રીપોર્ટ પોઝિટિવ આવતા તેને હોમ ક્વોરન્ટાઈન રહેવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ 65 વર્ષીય વૃદ્ધે રાત્રીના સમયે બેદરકારી દાખવી ઘરેથી ગાયબ થઈ ગયા હતા.

આ બાબતે આરોગ્ય વિભાગની ટીમને જાણ થતાની સાથે તેઓ પોલીસ સાથે દર્દીની ઘરે પહોંચ્યા હતા. અને દર્દીને શોધવાની તજવીજ હાથ ધરી હતી. અને ઘરની બહાર પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો. નોંધનીય છેકે રાજયમાં હાલ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે એક તરફ ચિંતાનો માહોલ છે. ત્યારે વૃદ્ધ દર્દીના ગાયબ થવાથી અનેક સવાલોએ જન્મ લીધો છે. બીજી તરફ રાજયમાં ઑમિક્રૉનની પણ એન્ટ્રી થઇ ગઇ છે. જેને પગલે રાજયમાં ચિંતાનો માહોલ છે. ત્યારે આવા બેદરકાર દર્દીઓને પગલે કોરોનાનો ફેલાવો ઝડપી ન બને તે જરૂરી છે. ત્યારે આ વૃદ્ધ દર્દીને શોધવા હાલ તંત્ર કામે લાગ્યું છે. અને, હવે આ કેસમાં નવું શું સામે આવે છે તેની રાહ જોવી રહી.

આ પણ વાંચો : Vibrant Gujarat Global Summit 2022 પહેલા 8 ડિસેમ્બરે દુબઈમાં રોડ-શૉ, મુખ્યપ્રધાન સવારે 8 કલાકે અમદાવાદ એરપોર્ટથી રવાના થશે

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

આ પણ વાંચો : VADODARA: નવસારીની યુવતીના આપઘાત કેસમાં ઓએસીસ સંસ્થાના સ્થાપક, ટ્રસ્ટી અને મેન્ટરને સમન્સ

Next Article