KUTCH : સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ આરોગ્ય સેવાના ખાતમુહર્ત અને ઉદ્દધાટન થયા

Good Governance Week : સુશાસન સપ્તાહ ઉજવણીના ભાગરૂપે આજરોજ જિલ્લા કક્ષાના આરોગ્ય દિવસની ઉજવણી ભુજ ટાઉનહોલ ખાતે કરવામાં આવી હતી.

KUTCH : સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ આરોગ્ય સેવાના ખાતમુહર્ત અને ઉદ્દધાટન થયા
Celebration of Good Governance Week in Kutch
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Dec 27, 2021 | 6:38 PM

KUTCH : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, રાજય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુશાસન સપ્તાહ ઉજવણીના ભાગરૂપે આજરોજ જિલ્લા કક્ષાના આરોગ્ય દિવસની ઉજવણી ભુજ ટાઉનહોલ ખાતે કરવામાં આવી હતી.આરોગ્ય દિન નિમિત્તે જિલ્લામાં થનાર કોવીડ વેકસીનની કામગીરી, PMJAY કાર્ડની, હેલ્થ આઈડી કાર્ડ, બિનચેપી રોગનું સ્ક્રીનીંગ અંગે કાર્યક્રમમાં માહિતી અપાઇ હતી.

તો સાથે જ આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અભિયાન કામગીરી, બ્લડ કોનેશન કેમ્પ, મોતિયાના કેમ્પ, મોબાઇલ મેડિકલ યુનિટ બાબતે વિગતે નગરજનોને જણાવી નિરામય કાર્ડનો લાભ લેવા સાથે આરોગ્ય ક્ષેત્રે સરકારની સંવેદના અંગે કાર્યક્રમમાં માહિતી અપાઇ હતી.

તો કોવીડ-19માં આપત્તિને જવાબદારી માની કામ કરનાર તમામ જોડાયેલા કર્મયોગીઓની કાર્યક્રમમાં પ્રશંસા કરી સૌને તંત્રએ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં રૂ.86 લાખના ખર્ચે નિર્માણ થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-આમરડી તા.ભચાઉ અને રૂ.18.50 લાખના ખર્ચે નિર્મિત પેટા આરોગ્ય કેન્દ્ર વલ્લભનગર તા.રાપરનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ તકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધોળાવીરા અને મેટરનીટી કોમ્પલેક્ષ ધોળાવીરા તેમજ રતનપર, વડવાકાયા, નખત્રાણા-4, ડુમરા-2, ગઢશીશા-3, કિડીયાનગર-3, માનકુવા-2, કુકમા-2 ના કામોનું પણ ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે  મા-બાપ અને વાલીની જેમ આરોગ્ય કર્મીઓ અને તેની સાથે સંકળાયેલા પોતાની ફરજ નિભાવી રહયા છે ત્યારે આપણે પુરેપુરી જવાબદારી નિભાવી સાવચેતી રાખીએ. સરકાર તો કામ કરે જ છે પણ મારૂ આરોગ્ય મારી જવાબદારીને ધ્યાને લઇ આપણે રસીકરણ કરાવીએ અને વિવિધ રોગમાં સાવધાની રાખીએ.તેમણે કહ્યું આપણે સુરક્ષિત હોઇશું તો રાષ્ટ્ર સુરક્ષિત રહેશે.

માધાપર અર્બન હેલ્થ સેન્ટર-ભુજ-1ને કાયાકલ્પ સ્વચ્છતા એવોર્ડ-2019-20 અપાયો હતો. ટાઉનહોલ મધ્યે જ આજે કોવીડ રસીકરણ, ઈ-હેલ્થકાર્ડ, મા-કાર્ડ, બિનચેપીરોગ સ્ક્રીનીંગની કામગીરી કરાઇ હતી. કાર્યક્રમમાં સરકારની આરોગ્ય લક્ષી સેવાથી લાભ મેળવેલ લાભાર્થીઓએ તેમના મંતવ્ય વ્યક્ત કર્યા હતા અને વિવિધ કાર્ડ મારફતે આરોગ્ય સેવા કેટલી સરળ બની છે. તેની માહિતી શેર કરી સરકારનો આભાર માન્યો હતો. અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજા,જીલ્લા પંચાયત પ્રમુખ પારૂલકારા,કચ્છ કલેકટર પ્રવિણા ડી,કે સહિત વિવિધ તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : VACCINATION : ગુજરાતમાં 15 થી 18 વર્ષના 35 લાખથી વધુ બાળકોના રસીકરણ અંગે થઇ શકે છે મહત્વની જાહેરાત

આ પણ વાંચો : સુન્ની વક્ફ બોર્ડે કહ્યું, “બેટ દ્વારકાના બે ટાપુ અમારા”, હાઈકોર્ટે અરજી ફગાવી લગાવી ફટકાર

g clip-path="url(#clip0_868_265)">