Tender Today : ગ્રાસ ગોડાઉનના કન્સ્ટ્રકશનના કામ માટે ટેન્ડર જાહેર , જાણો તમારા શહેર માટે તો નથી ને આ લાખો રુપિયાનું ટેન્ડર
Tender News : સ્પેશિયલ કેટેગરી-3 (મકાન) કે તેથી ઉપર અને વર્ગ-બી કે તેથી ઉપરની કક્ષાના ઇજારદારો પાસેથી ભાવ મગાવવામાં આવ્યા છે. આ ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 5 એપ્રિલ 2023થી 24 એપ્રિલ 2023 છે.
ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ગ્રાસ ગોડાઉનના કન્સ્ટ્રકશનના કામ માટે ટેન્ડર જાહેર કરાયુ છે. કચ્છ જિલ્લાના ભૂજના કોલેજ રોડ પર સ્મિથ બંગલા પાસે આવેલા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા આ ટેન્ડરની જાહેરાત કરવામાં આવી છે.
ભચાઉના કંથકોટમાં આવેલા ગ્રાસ ગોડાઉનના કન્સ્ટ્રકશનના કામ માટે અંદાજીત 46.78 લાખ રુપિયાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. સ્પેશિયલ કેટેગરી-3 (મકાન) કે તેથી ઉપર અને વર્ગ-બી કે તેથી ઉપરની કક્ષાના ઇજારદારો પાસેથી ભાવ મગાવવામાં આવ્યા છે. આ ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 5 એપ્રિલ 2023થી 24 એપ્રિલ 2023 છે.
ટેન્ડર વિશેની વધુ માહિતી www.nprocure.com પરથી મેળવી શકાશે.ઓનલાઇન ટેન્ડર માટે ટેન્ડર સંલગ્ન તમામ દસ્તાવેજો ફરજીયાતપણે ઓનલાઇન સ્કેન કરવાના રહેશે. વધારાની માહિતી કચેરીમાંથી મળી રહેશે.