Bhuj: દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ લાખોનો ખર્ચ કરે છે પાલિકા, છતાં સ્થિતિ ‘જૈસે થે’

|

May 25, 2022 | 2:07 PM

ગયા વર્ષે પણ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છતાં વરસાદનું (Rain) પાણી તો ભરાયું જ હતું, તેથી પાલિકાની કામગીરી પર હાલ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Bhuj: દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ લાખોનો ખર્ચ કરે છે પાલિકા, છતાં સ્થિતિ જૈસે થે
Symbolic image

Follow us on

વહેલા વરસાદની શક્યતાના પગલે ભુજ (Bhuj) પાલિકાએ પણ પ્રિ-મોન્સૂન (Pre monsoon Activity) કામગીરી તો શરૂ કરી છે પરંતુ કોગ્રેસ અને નાગરીકોએ તેના પર સવાલો ઉભા કર્યા છે. દર વર્ષે લાખોના ખર્ચ છતાં થોડા વરસાદમાં જ શહેરમાં પાણી ભરાય જાય છે ત્યારે યોગ્ય પ્રિ-મોન્સૂન કામગીરીની લોકોએ માંગ કરી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ભૂજ પાલિકા દ્રારા દર વર્ષે કરાતી પ્રિ-મોન્સૂન કામગીરી શંકાના દાયરામાં હોય છે, કેમકે લાખો રૂપિયાના ખર્ચ છતાં દર વર્ષે થોડાક જ વરસાદમાં શહેરમાં ઠેરઠેર પાણી ભરાઇ જાય છે. ત્યારે આ વખતે પણ પાલિકાએ કામગીરી શરૂ કરી એ સાથે જ જનતા અને કોંગ્રેસે (Congress) સવાલો ઉઠાવ્યા છે.

પ્રિ-મોન્સૂન કામગીરીને લઈને ઉઠ્યા સવાલ

જનતાનુ કહેવું છે કે ગયા વર્ષે પણ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છતાં વરસાદનું પાણી તો ભરાયું જ હતું. એટલે જ નાગરિકો અને કોંગ્રેસ પણ એક જ દલીલ કરી રહી છે કે પાલિકા માત્ર કાગળ પર કામગીરી કરી ભ્રષ્ટાચાર (Corruption) કરી રહી છે.તેને બદલે શહેરમાં પાણી ન ભરાય તેનું ધ્યાન રાખે તો લોકોની હેરાનગતિ ઘટે.

બીજી તરફ પાલિકાએ પાણી ભરાવાના તમામ આક્ષેપો ફગાવી દીધા છે.શાસક પક્ષનુ કહેવુ છે કે, આ વર્ષે અલગ રીતે આયોજન કરાયું છે જેથી શહેરમાં એક પણ સ્થળ પર પાણી નહીં ભરાય. સાથે જ પાલિકા પ્રમુખનું તો કહેવું છે કે ચાલુ વર્ષે એક સંસ્થાની મદદથી બે તળાવ અને જૂની પાણીની આવકવાળી તમામ જગ્યાની બરાબર સફાઈ થશે અને એનાથી પાલિકાને ખર્ચો પણ ઓછો થશે.ભૂજમાં દર વર્ષે પાલિકા ચોમાસા પહેલાં પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ લાખોનો ખર્ચ કરે છે છતાં ચોમાસામાં ઠેકઠેકાણે તો પાણી ભરાતા હોવાનો નાગરિકોનો આક્ષેપ કરી રહ્યા છે.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

આમતો દર વર્ષે 20 લાખથી વધુનો ખર્ચ પ્રી-મોન્સૂન કામગીરી પાછળ પાલિકા કરે છે પરંતુ તેમ છતાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા થતી જ હોય છે..આ વખતે પાલિકા નવા પ્રકારનું આયોજન કરવાનો દાવો કરે છે પરંતુ લોકોને ભરોસો નથી, ત્યારે જોવાનું એ રહેશે કે લોકોનો શાસકો માટેનો અવિશ્વાસ જીતે છે કે પાલિકા પોતાના વચન પર ખરી ઉતરે છે ?

Published On - 2:04 pm, Wed, 25 May 22

Next Article