કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડશે, માછીમારોને સમુદ્રમાં ન જવા પોરબંદરના કલેક્ટરની સુચના

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાપીમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વરસાદ આવતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

May 25, 2022 | 12:03 PM

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાત (Gujarat) માં છૂટો છવાયો વરસાદ (Rain) પડશે તેવી હવામાન વિભાગ (Meteorological Department) એ આગાહી કરી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો અને હળવો વરસાદ પડી શકે છે. જયારે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજસ્થાન પર સર્જાયેલી સિસ્ટમ હજી પણ સક્રિય છે. રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેશે. બે દિવસ બાદ ગુજરાતમાં ફરી ગરમી વધવાની શકયતા છે. જયાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

આ બાજુ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાપીમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વરસાદ આવતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. જોકે દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં કેરીનો પાક લેવામાં આવે છે અને અત્યારે કેરીનો પાત તૈયાર છે ત્યારે વરસાદ પડવાથી તેમાં બારે નુકસાન થવાની સંભાવના છે જેના પગલે ખેડૂતોની ચિંતા વધી છે.

સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફના દરિયામાં ભાગે પવન ફૂકાવાની સંભાવનાને પગલે પોરબંદરના કલેક્ટરે માછીમારોને સમુદ્રમાં ન જવા સૂચના આપી છે. જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને આ સૂચના આપી છે. આ સાથે આગામી પાંચ દિવસ ભારે પવન ફૂંકાયવાની અને સમુદ્રમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરિયામાં ભારે વપન ફૂંકાવાની ાગાહીના પગલે અત્યારે દરિયામાં રહેલા દમા માછીમારોએ પોતાની બોટ કિનારા તરફ લાવવાની તૈયારી શરૂ કરી દીધી હોવાનું પણ જાણવા મળે છે.

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati