AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon 2023: નલિયામાં સવારના 10 વાગ્યા સુધીમાં 5 ઈંચ વરસાદ, સરકારી કચેરીઓ પાણીમાં, જુઓ Video

નલિયામાં વહેલી સવારથી 10 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. સવારથી વરસી રહેલા ભારે વરસાદના કારણે નલિયાની સરકારી કચેરીઓમાં પાણી ભરાયા છે.

Monsoon 2023: નલિયામાં સવારના 10 વાગ્યા સુધીમાં 5 ઈંચ વરસાદ, સરકારી કચેરીઓ પાણીમાં, જુઓ Video
Naliya Rain
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 12:22 PM
Share

Kutch: રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેમાં પણ સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છમાં (Kutch) ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે પણ કચ્છના નલિયા સહિતના વિસ્તારોમાં વરસાદ યથાવત છે. નલિયામાં વહેલી સવારથી 10 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. નલિયામાં ભારે વરસાદના કારણે સરકારી કચેરીઓના જ હાલ બેહાલ થયા છે.

નલિયામાં સરકારી કચેરીઓમાં પાણી ભરાયા

સવારથી વરસી રહેલા ભારે વરસાદના કારણે નલિયામાં ઠેર ઠેર પાણી ભરાયા છે. નલિયા તાલુકામાં રોડ-રસ્તા પર તો પાણી ભરાયા જ છે, પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ બાકાત નથી રહી. સરકારી કચેરીઓમાં પાણી ભરાતા કર્મચારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સબજેલ, મામલતદાર કચેરી, પોલિસ સ્ટેશન અને સેક્સન ઓફીસમાં પાણી ભરાયા છે. મુખ્ય પ્રવેશદ્વાર પર પણ પાણી ભરાતા સરકારી કચેરીમાં આવતા જતા લોકોને મુશ્કેલી પડી રહી છે.

આ પણ વાંચો Monsoon 2023: રાજ્યમાં આજથી બે દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, જુઓ Video

નલિયાના મફતનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા

સરકારી કચેરીઓ ઉપરાંત નલિયાના મફતનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે નલિયા ગામમાં આવેલા તળાવોમાં પાણીની નવી આવક શરૂ થઇ છે. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે થોડી વાર વિરામ લેતા બજારમાં લોકોની ચહલ પહલ વધી હતી. વરસાદી પાણીનો નિકાલ ન થતા વરસાદી પાણી એકત્ર થયા છે.

ભુજમાં પણ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

કચ્છમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ભુજમાં પણ નિચાણવાળા વિસ્તારો અને સોસાયટીમાં પાણી ભરાયા છે. ભુજ જનરલ હોસ્પિટલ રોડ, જ્યુબેલી ગ્રાઉન્ડ રોડ પર પાણી ભરાયા છે. તો ભુજના પ્રમુખ સ્વામીનગર પાસેની સોસાયટીમાં પણ પાણી ફરી વળ્યા છે. સોસાયટીઓમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

લખપત તાલુકાનો ગોધાતડ ડેમ ઓવરફ્લો

કચ્છ જિલ્લાના 8 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નલિયામાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ તો ભુજ-ગાંધીધામમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે લખપત તાલુકાના આસપાસના ગામોની જીવાદોરી સમાન ગોધાતડ ડેમ ઓવરફ્લો થયો છે. ગોધાતડ ડેમ ઓવરફ્લો થતાં પાણીની સમસ્યાનો પ્રશ્ન હલ થશે.

(Input By : Jay Dave)

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">