Kutch : બોર્ડરવીંગના ત્રણ જવાનો અને એક હોમગાર્ડની રાજયપાલ ચંદ્રક માટે પસંદગી

|

Jan 25, 2022 | 9:54 PM

કચ્છ જિલ્લાના બોર્ડર વિંગના ત્રણ જવાન અને એક હોમગાર્ડ જવાનને 26 મી જાન્યુઆરી-2022ના પ્રસંગે વિશિષ્ટ સેવા બદલ રાજ્યપાલ અને મુખ્ય મંત્રી દ્વારા ચંદ્રક એનાયત કરાશે.

Kutch : બોર્ડરવીંગના ત્રણ જવાનો અને એક હોમગાર્ડની રાજયપાલ ચંદ્રક માટે પસંદગી
Kutch Borderwing Jawan And Homeguard Got Governer Medal (File Image)

Follow us on

ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વ નિમિતે ભુજ(Bhuj)ખાતે બટાલિયન બોર્ડરવિંગ(Borderwing)હોમગાર્ડઝ કચેરી ખાતે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓની લાંબી પ્રશંસનીય કામગીરી બદલ રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે ચંદ્રક( Governer Medal) આપવામાં આવશે. જેમાં પસંદગી પામેલ તુલસીભાઈ આલાભાઈ ઝાલા જુલાઈ 1989 માં બટાલિયન નંબર 2 બોર્ડરવિંગ હોમગાર્ડઝ ભુજ ખાતે સફાઇ કામદાર તરીકે ફરજ પર જોડાયેલ અને તેઓએ ઉત્તરોઉત્તર બઢતી મળતા નાયબ ક્લાર્ક અને ત્યારબાદ હાલ હવાલદાર કવાર્ટર માસ્ટર તરીકે ફરજ બજાવી રહેલ છે તેઓએ કાયદો અને વ્યવસ્થાની જેલસુરક્ષાની ફરજ તેમજ રાજ્ય અને રાજ્ય અને રાજય બહારની ચૂંટણી ફરજ બજાવેલ છે અને હાલ તેઓએ કંપની ખાતે હવાલદાર ક્વાર્ટરમાં માસ્ટરની ફરજ બજાવે છે.

જ્યારે અન્ય જવાન ઓનાજી ખીરાજી સોઢા જુલાઇ- 2003માં બટાલિયન નંબર 2 બોર્ડરવિંગ હોમ ગાર્ડ ભુજ ખાતે લાન્સ નાયક તરીકે ફરજ ઉપર જોડાયેલ હતા તેઓએ બટાલિયન ખાતેની આયોજીત તાલીમ મેળવેલ છે તેઓ બૉર્ડર ડ્યુટી કાયદો અને વ્યવસ્થાની અને જેલની સુરક્ષાને ફરજ તેમજ રાજ્ય અને રાજ્યની બાર ની ચૂંટણીની ફરજ બજાવેલ છે હાલમાં તેઓ બી કંપની ખાતે લાન્સ નાયકની ફરજ બજાવે છે તો મહેશકુમાર પ્રાણશંકર વ્યાસ મ જુલાઇ 2003 માં નં.૨ બટાલિયન બોર્ડરવિંગ હોમ ગાર્ડ ભુજ ખાતે લાયન્સ નાયક તરીકેની ફરજ ઉપર જોડાયેલ હતા તેઓએ કચેરી ખાતેથી આયોજીત કરવામાં આવેલ તાલીમ મેળવેલ છે. તેઓએ બૉર્ડર ડ્યુટી કાયદો અને વ્યવસ્થાની અને જેલની સુરક્ષા તેમજ રાજ્ય અને રાજ્ય બહારની ચુંટણીની ફરજો બજાવે છે હાલમાં તેઓ બટાલિયન કચેરી ખાતે હિસાબી શાખામાં ફરજ બજાવે છે

આ એવોર્ડ મળવા બદલ આ ત્રણ કર્મચારીઓની બટાલિયન કમાન્ડર પી.પી.ગોહિલે અભિનંદન પાઠવ્યા હતા. કચ્છ જિલ્લાના હોમગાર્ડમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનને 26 મી જાન્યુઆરી-2022ના પ્રસંગે તેમને વિશિષ્ટ સેવા બદલ રાજ્યપાલ અને મુખ્ય મંત્રી દ્વારા ચંદ્રક એનાયત કરાશે. તો હોમગાર્ડમા ફરજ બજાવતા પ્રદ્યુમનસિંહ કેશુભાઇ ચુડાસમા 11/4/1997 માં કંપની કમાન્ડર તરીકે જોડાયેલ હતા તેઓએ 1998માં અંજાર કચ્છમાં વાવાઝોડામાં લોકોને મદદરૂપ થયાં હતાં. વડાપ્રધાનના બંદોબસ્તમાં પણ કામગીરી કરેલ છે તેઓ ભૂજ શહેર હોમગાર્ડ યુનિટમાં 2007 આજદિન સુધી ફરજ બજાવે છે. કચ્છ જિલ્લા કમાન્ડર જે.એન પંચાલે મેડલ માટે પંસદગી થતા શુભેચ્છા પાઠવી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ પણ વાંચો : સ્વામી સચ્ચિદાનંદને પદ્મભૂષણ અન્ય સાત ગુજરાતી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત

આ પણ વાંચો :  ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Somnath Mahadev ની પૂજા અર્ચના કરી

Next Article