Kutch: મંદિરમાં 4 કલાકમાં 4 મહિલાના ગળામાંથી દાગીના ગાયબ, ભુજ LCBએ દિલ્હીની મહિલા ટોળકી ઝડપી લીધી

|

Mar 02, 2022 | 4:49 PM

ભુજ કલેકટર કચેરી નજીક આવેલા દિધ્ધામેશ્વર મહાદેવના મંદિરમાં શિવરાત્રીના દર્શન માટે આવેલી 4 મહિલાના ગળામાંથી દાગીનાની ચોરી થઇ ગઇ હતી. CCTV તથા અન્ય સર્વેન્લસની મદદથી ભુજ LCBએ તપાસ કરી ચોરી કરનાર 4 મહિલાને ઝડપી લીધી હતી.

Kutch: મંદિરમાં 4 કલાકમાં 4 મહિલાના ગળામાંથી દાગીના ગાયબ, ભુજ LCBએ દિલ્હીની મહિલા ટોળકી ઝડપી લીધી
Symbolic image

Follow us on

શિવરાત્રીની પ્રવિત્ર તહેવારના તમામ શિવાલયો ભક્તોથી ભરચક હતા અને સૌ કોઇ ભક્તિમા લીન હતી જો કે ભુજમાં આવેલ એક મહાદેવ મંદિરમાં જ્યારે ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવતા હતા ત્યા અન્ય મહિલાઓ કાઇ નવીન કળા કરવામાં વ્યસ્ત હતી જો કે ભોગ બનનાર મહિલાઓને ખબર પડી ત્યા મોડુ થઇ ગયુ હતુ અને એક બે નહી 4 મહિલાના ગળામાંથી સોનાની ચેન,મંગળસુત્ર તથા કંઠીની ચોરી થઇ ગઇ હતી અને આ માત્ર 4 કલાકના ગાળામાંજ ભુજ કલેકટર કચેરી નજીક આવેલા દિધ્ધામેશ્વર મહાદેવના મંદિરમાં શિવરાત્રીના દર્શન માટે આવેલી 4 મહિલાના ગળામાંથી દાગીનાની ચોરી થઇ ગઇ હતી. જો કે શંકાસ્પદ દેખાતી મહિલાઓ હાથસફાઇ કરી ફરાર થઇ ગઇ હતી. જો કે CCTV તથા અન્ય સર્વેન્લસની મદદથી ભુજ LCB એ તપાસ કરતા ચોરી કરનાર 4 મહિલાને ઝડપાઇ ગઇ છે.

શિવરાત્રીના પ્રવિત્ર તહેવારના ભુજના જુના દેવાલય પર ભારે ભીડ ઉમટી હતી. કોરોના મહામારી પછી મળેલી છુટછાટના પગલે ભક્તો દર્શનમાં વ્યસ્ત હતા અને પોલિસ શિવરાત્રીની શોભાયાત્રાના બંદોબસ્તમા ત્યારેજ 4 મહિલાના ગળામાંથી સોનાના દાગીનાની ચોરીના સમાચારે પોલિસને દોડતી કરી હતી. જે મામલે બે મહિલાઓએ આ મામલે ભુજ એ ડીવીઝન પોલિસ મથકે ફરીયાદ નોંધાવી હતી. ગંભીર કહી શકાય તેવા બનાવમાં સ્થાનીક પોલિસ સાથે LCB પણ તપાસમાં જોડાઇ હતી જેમાં CCTVમાં 4 મહિલાઓ જ શંકાસ્પદ દેખાાઇ હતી જે ભુજમાંથી તપાસ દરમ્યાન LCB એ ઝડપી પાડી હતી.

મહિલાની પુછપરછ કરતા શિવરાત્રી નિમીતે મહિલાઓ ખાસ દિલ્હીથી ભુજ આવી હોવાની કબુલાત કરી છે. ઝડપાયેલી મહિલામાં શીવાગામી કુમારન નાયડુ,ચાંદની કન્ના નાયડુ,વનિતા જયચંદ્ર નાયડુ તથા રાધા ઉદયા નાયડુનો સમાવેશ થાય છે. ઝડપાયેલી તમામ મહિલાઓ જુની દિલ્હી મોંગલપુરી વિસ્તારમાં રહે છે. LCB ની પુછપરછમાં 4 મહિલાઓએ ગુન્હાની કબુલાત કરતા વધુ તપાસ માટે ભુજ એ ડીવીઝન પોલિસ મથકને સોંપાઇ છે. 1 તારીખે મહિલા દિલ્હીથી ભુજ આવી હતી

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

દિલ્હીની મહિલા ચોર ટોળકી તહેવારને ધ્યાને લઇ ખાસ ભુજ આવી હતી. અને 4 ચોરી કરવામાં સફળ પણ રહી હતી પરંતુ અંતે તે LCB ના હાથે ઝડપાઇ ગઇ છે. પોલિસની પ્રાથમીક તપાસમાં કચ્છ કે ગુજરાતના અન્ય શહેરોમાં તેમના વિરૂધ્ધ ગુન્હાની કોઇ વિગતો સામે આવી નથી. પરંતુ અન્ય રાજ્યમાં મહિલાઓના કારનામાં અગે પોલિસ વિશેષ પુછપરછ કરી રહી છે.તેવુ LCB પી.એસ.આઇ એચ.એમ ગોહિલે જણાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ વિધાનસભા સત્રની શરૂઆત, રાજ્યપાલના ભાષણ દરમ્યાન જ કોંગ્રેસના ઉગ્ર દેખાવો, ગૃહમંત્રી રાજીનામુ આપે તેવા સૂત્રોચ્ચાર

આ પણ વાંચોઃ ચાલુ યુદ્ધમાં કચ્છની મહિલા પાયલોટે યુક્રેનમાં પ્લેન લેન્ડ કર્યુ, એક કલાકમાં 242 વિદ્યાર્થીને લઇ ભારત પરત ફરી, જાણો તેના સાહસની વાત

Published On - 4:48 pm, Wed, 2 March 22

Next Article