KUTCH : હમિરસર તળાવમાં ગટરના ગંદા પાણી ભળ્યા, પાલિકાની નિષ્કાળજી મામલે સ્થાનિકોમાં રોષ
હમિરસર તળાવમાં પણ વરસાદી પાણીની આવક સહિત ગટરના પાણી આવતા લોકોમાં રોષ છે. તાજેતરમાંજ પણ વરસાદની આવ સાથે ગટરનું પાણી હમિરસર તળાવમાં આવ્યુ હતુ.
ભુજના દેસલસર તળાવની જેમ હવે હમિરસર તળાવમાં પણ ગટરના ગંદા પાણી આવી રહ્યુ છે. પાલિકાએ તાત્કાલીક માનવસર્જીત ભુલ માટે 8 લોકોની બદલી કરી નાંખી છે. પરંતુ 3 વર્ષમાં અનેકવાર ગટરના ગંદા પાણી તળાવમા આવતા લોકોમાં રોષ છે. અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.
ભુજના બે તળાવોનુ વર્ષો પહેલા ખુબ મહત્વ હતુ. જોકે સમયાંતરે દેસલસર તળાવમાં ગટરના પાણી ભળતા જળકુંભી ઉગી નિકળી છે. જે સમસ્યાનો ઉકેલ હજી વર્ષો પછી પણ આવી શક્યો નથી. ત્યાં હવે હમિરસર તળાવમાં પણ વરસાદી પાણીની આવક સહિત ગટરના પાણી આવતા લોકોમાં રોષ છે. તાજેતરમાંજ પણ વરસાદની આવ સાથે ગટરનું પાણી હમિરસર તળાવમાં આવ્યુ હતુ. જોકે ગટર નિયોજન વિભાગ સહિત જે લોકોની આ ભુલ હતી તેની સામે પાલિકાએ કાર્યાવાહી કરી છે. અને સાથે લોકોની લાગણી સાથે જોડાયેલ તળાવમાં ભવિષ્યમાં ગટરના પાણી નહી ભળે તે માટેનો દોવો કર્યો છે.
જોકે પાલિકાએ દાવો કર્યો છે પરંતુ 3 વર્ષમાં અનેકવાર એવુ થયુ કે હમિરસર તળાવમાં ગટરના પાણી આવ્યા ભુજના આ તળાવનુ શહેરીજનો માટે અનેરૂ મહત્વ છે. અને તેથીજ પાણી આવતા અનેક લોકો નિહાળવા માટે તળાવ કિનારે આવે છે. તો કચ્છ બહાર વસ્તા લોકો પણ હમિરસર તળાવ ભરાવાની રાહ જોતા હોય છે. ત્યારે તળાવના ઐતિહાસીક મહત્વને ધ્યાને રાખી ગટરના પાણી ન ભળવા સાથે તેની યોગ્ય જાળવણીની માંગ સાથે શહેરીજનો દેસલસર તળાવ જેવી સ્થિતી હમિરસરની ન થાય તેવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
400થી વધુ વર્ષ પહેલા આ તળાવની સ્થાપના કરાઇ હતી. અને તળાવ ધાર્મીક આસ્થા તથા લાગણી સાથે શહેરીજનોના જોડાયેલુ છે. ત્યારે દેસલસર તળાવની જેમ હમિરસરમાં પણ ગટરના પાણીથી તળાવની શોભા ન જોખમાય તેવી ચિંતા શહેરીજનોમાં છે. પાલિકાએ કાર્યવાહી કરી પરંતુ માનવસર્જીત સમસ્યાથી 3 વર્ષમાં અનેકવાર ગટરના પાણી તળાવમાં આવ્યા તે વાસ્તવિક્તા છે.
આ પણ વાંચો : શિક્ષણ મંત્રીનો મોટો નિર્ણય, આ વર્ષે આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે પીએચડી ફરજિયાત નથી, જાણો સમગ્ર વિગત