Kutch: નખત્રાણામાં નંદી ખસીકરણના પાઇલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો

|

Jan 28, 2023 | 6:51 PM

ગુજરાતમાં રખડતા અને બિનવારસુ નંદીઓના કારણે થતાં અકસ્માત, રાહદારીઓના મોત, ખેડૂતોના પાકના ભેલાણ સહિતના પ્રશ્નોના નિવારણ હેતુ સરકારે નંદીઓનું ખસીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી રખડતા ઢોરનો ત્રાસ નાબૂદ કરવા પશુપાલન વિભાગ તથા સામાજિક સંસ્થાઓના સહકારથી આ મુદે સક્રીય કામગીરી શરૂ કરાઇ છે.

Kutch: નખત્રાણામાં નંદી ખસીકરણના પાઇલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો
Nakhtrana Castration Bulls Programme

Follow us on

ગુજરાતમાં રખડતા અને બિનવારસુ નંદીઓના કારણે થતાં અકસ્માત, રાહદારીઓના મોત, ખેડૂતોના પાકના ભેલાણ સહિતના પ્રશ્નોના નિવારણ હેતુ સરકારે નંદીઓનું ખસીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી રખડતા ઢોરનો ત્રાસ નાબૂદ કરવા પશુપાલન વિભાગ તથા સામાજિક સંસ્થાઓના સહકારથી આ મુદે સક્રીય કામગીરી શરૂ કરાઇ છે. જે અનુંસધાને કચ્છથી આ પાયલોટ પ્રોજેકટનો પ્રારંભ કરાયો છે કૃષીમંત્રીએ જણાવ્યુ હતુ કે ખસીકરણ કરવાથી નંદીઓની આક્રમતા ઘટી જશે તેથી અકસ્માતો અને લોકો પરના હુમલા ટાળી શકાશે. ઉપરાંત ખસીકરણ કરેલા નંદીઓને પાંજરોપોળ રાખવા સહમત થઇ હોવાથી સરકારના આ નવતર અભિગમથી લોકોને મોટી રાહત થશે.

રાજયના 21  જિલ્લામાં 33  લાખથી વધુ કૃત્રિમ ગર્ભાધાનની કામગીરી કરાઇ

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કચ્છમાં પશુઓની સંખ્યા વધુ છે ત્યારે સરકાર કચ્છમાં ડોકટરના મહેકમ, પશુ દવાખાના ,રસીકરણ સહિતના દરેક મુદે સંવેદનશીલતા સાથે કામ કરી રહી છે. તેમણે પશુપાલનના વ્યવસાયને નફાકારક બનાવવા પશુપાલકોને કૃત્રિમ બીજદાનથી ગર્ભાધાન પધ્ધતિનો સહારો લેવા અનુરોધ કરવા સાથે જણાવ્યુ હતુ કે રાજયના 21  જિલ્લામાં 33  લાખથી વધુ કૃત્રિમ ગર્ભાધાનની કામગીરી કરાઇ છે.રાજયના પશુઓના યોગ્ય પોષણ માટે તથા તેને સાચવતી સંસ્થાઓનું ભારણ ઘટે તે માટે સરકારે ગૌમાતા પોષણ યોજના શરૂ કરી છે.

ચાલુ વર્ષે 50 હજાર પક્ષીઓની સારવાર કરાઇ છે

જેમાં પશુદીઠ દૈનિક રૂપિયા ૩૦નો ખર્ચ સરકાર આપે છે. આ સાથે સરકારે અત્યારસુધી 72 હજારથી વધુ પશુ આરોગ્ય મેળા આયોજીત કરીને 2 કરોડથી વધુ પશુઓની સારવાર કરી છે. રાજયમાં 10 ગામ દીઠ હરતા ફરતા પશુ દવાખાના કાર્યરત છે. જે અનુસંધાને 465 દવાખાનાના માધ્યમથી 5300 ગામડાને આવરી લેવાયા છે. જેનાથી 45 લાખથી વધુ પશુઓની સારવાર અપાઇ છે. સરકાર પક્ષીઓ માટે પણ સંવેદનશીલ હોઇ મકરસંક્રાતિ સમયે કરૂણા અભિયાન ચલાવે છે . ચાલુ વર્ષે 50 હજાર પક્ષીઓની સારવાર કરાઇ છે. ખરવા-મોડાસા રોગને નાથવા સક્રીય રસીકરણ અભિયાનમાં શરૂ કરાયું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વિવિધ યોજનાના લાભાર્થીને ચેક વિતરણ

કૃષિ શિબીરમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ નખત્રાણા ગૌસેવા કેન્દ્રને રૂપિયા 10,46,040 શ્રી સુપાશ્વ જૈન સેવા મંડળ ભુજને રૂપિયા 24,50,888 સંતશ્રી વલ્લભદાસજી પરમાર્થી સેવા ટ્રસ્ટ અંજારને રૂપિયા 5,13, 360 શ્રી કૃષ્ણ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અંજારને રૂપિયા 10,26,720  શ્રી રાધાકૃષ્ણ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અંજારને રૂપિયા 9,38,400  નો ચેક અર્પણ કર્યો હતો.સાથે પાવર ડ્રીવન ચાફકટરની ખરીદી સહાય યોજના હેઠળ  રૂપિયા  18  હજારનો ચેક સુખપર રોહાના ભાવના પિંડોરીયાને  બકરા એકમની સ્થાપના માટે રૂપિયા 45  હજારનો ચેક આપવામાં આવ્યો હતો.

જ્યારે ભડલીના રવજી મહેશ્વરીને રૂપિયા  45  હજારનો ચેક કાસમ મામદ કાતીયારને તથા રૂપિયા 45  હજારનો ચેક જડોદરના હલીમાબાઇ પડયારને આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિવિધ વિસ્તારના ચુંટાયેલા પ્રતિનીધીઓએ પોતાના વિસ્તારમાં ખેતી-પશુપાલન વ્યવસાયમાં મુશ્કેલી અંગે સુચનો પણ આપ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતી ફૂડ, પપલુ ગેમ રમવી, વિશ્વના 7માં અમીર ગૌતમ અદાણીને છે અનોખા શોખ

Published On - 6:45 pm, Sat, 28 January 23

Next Article