Kutch : આકાશમાં ચમકતો અવકાશી પદાર્થ દેખાતાં લોકોમાં કુતૂહલ ફેલાયું, નિષ્ણાતો અભ્યાસ કરશે

|

Apr 02, 2022 | 11:54 PM

આ ઘટના બન્યાની સાથે જ કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્ર ના વિવિધ સ્થળો પરથી આ પ્રકાશપુંજ દેખાયો હોવાની માહિતી સામે આવી છે. આ પદાર્થ લાંબો સમય સુધી દેખાયો હોવાથી લોકો એ તેની વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી સારી રીતે કરી શક્યા છે અને તને સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ કર્યા છે.સ્ટારગેઝિંગ ઇન્ડિયા દ્વારા આ બાબતે ડેટા કલેક્શન, પ્રાપ્ત વિડિયો અને ફોટોનુ સંશોધન હાથ ધરવામાં આવ્યું છે

Kutch : આકાશમાં ચમકતો અવકાશી પદાર્થ દેખાતાં લોકોમાં કુતૂહલ ફેલાયું, નિષ્ણાતો અભ્યાસ કરશે
Celestial Object shining in sky

Follow us on

આજે ચેટી ચાંદ પ્રસંગે લોકો ચંદ્ર દર્શન માટે આકાશ તરફ જોઈ રહ્યા હતા તેવી જ રીતે રમઝાન માસ નો ચાંદ દેખાવાનો હોઇ મોટી સંખ્યામાં લોકોની નજરો આકાશ તરફ હતી ત્યારે એક ખુબ જ પ્રકાશિત અવકાશી પદાર્થ(Celestial Object) દેખાતાં લોકોમાં કુતૂહલ કુતૂહલ ફેલાયું હતું  અને સોશિયલ મીડિયામાં પણ આકાશમાં(Sky)  દેખાયેલા એ અવકાશી પદાર્થના સંદેશાઓની આપલે શરૂ કરી દીધી હતી. જો કે સ્પષ્ટ્ર રીતે આકાશમાં દેખાયેલ એ પ્રકાશપુંજ શુ હતુ તે માલુમ પડ્યુ નથી પરંતુ નિષ્ણાંતો આ બાબતે માહિતીનુ આદાન-પ્રદાન કરી વધુ અભ્યાસ કરી તથ્ય જાણશે આ બાબતે ખગોળીય ધટનાના (Astronomical phenomenon) અભ્યાસ કરતી સ્ટારર્ગેઝિંગ ઇન્ડિયાના નરેન્દ્ર ગોરે જણાવ્યું હતું કે તેઓ પરિવાર સાથે જદુરાથી ભુજ તરફ આવી રહ્યા હતા ત્યારે સાંજે ૭.૪૩ થી ૭.૪૬ દરમિયાન ખુબ જ પ્રકાશિત પદાર્થ પશ્ચિમથી પૂર્વ તરફ જતો દેખાયો હતો.તેની તેજસ્વીતા શુક્ર થી વધારે હતી જ્યારે તે મધ્ય આકાશે આવ્યો ત્યારે તેના કેટલાક ટુકડા પણ થયા હતા પૂર્વ તરફ જેમ તે જઈ રહ્યો હતો તેમ તેની પ્રકાશની તીવ્રતા ઘટતી ગઈ હતી.

પ્રાપ્ત વિડિયો અને ફોટોનુ સંશોધન હાથ ધરવામાં આવ્યું

તેના પ્રકાશનો રંગ ઓરેન્જ અને ત્યાર બાદ સફેદ થયો હતો.આ ઘટના બન્યાની સાથે જ કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્ર ના વિવિધ સ્થળો પરથી આ પ્રકાશપુંજ દેખાયો હોવાની માહિતી સામે આવી છે. આ પદાર્થ લાંબો સમય સુધી દેખાયો હોવાથી લોકો એ તેની વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી સારી રીતે કરી શક્યા છે અને તને સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ કર્યા છે.સ્ટારગેઝિંગ ઇન્ડિયા દ્વારા આ બાબતે ડેટા કલેક્શન, પ્રાપ્ત વિડિયો અને ફોટોનુ સંશોધન હાથ ધરવામાં આવ્યું છે જેમાં ત્રણ બાબતો મુખ્ય છે ૧.આ પદાર્થ ઉલ્કા હોઇ શકે . આ પદાર્થ કોઈ અવકાશ યાન ના ટુકડા હોય જે પોતાની ભ્રમણ કક્ષા છોડી ને પૃથ્વીની ભ્રમણ માં પ્રવેશ્યો હોય અને ત્રીજી શક્યતા કોઈ અવકાશ યાન ભ્રમણ કક્ષામાં મુકાયું હોય અને તેના રોકેટના ટુકડા હોઇ શકે હાલ આ ત્રણ શક્યતા ઉપર કામ કરવામાં આવી રહ્યું છે જેમાં ઇસરોના વૈજ્ઞાનિક ડો. નરેન્દ્ર ભંડારીનું માર્ગદર્શન આપી રહ્યા છે.

સ્ટારગેઝિંગ ઇન્ડિયાના ગૌરવ સંઘવીના મત મુજબ આ પદાર્થ કોઈ મૃતઃપ્રાય થયેલ ઉપગ્રહ ની રી એન્ટ્રી ની શક્યતા ગણાવી છે. આ બાબતે તજજ્ઞોને 9428220472/ 9879554770 ઉપર પોતાના નિરીક્ષણો મોકલવા જણાવાયું છે. કચ્છના અનેક વિસ્તારોમાં આ દ્રશ્ર્ય લોકોએ નિહાળ્યુ પણ હતુ અને વિડીયો પણ ઉતાર્યા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચો :  ગુજરાત સહીત દેશના ઘણા ભાગોમાં પડ્યો અવકાશી પદાર્થ, કોઈએ કહ્યું ઉલ્કાપિંડ તો કોઈએ કહ્યું UFO

આ પણ વાંચો :  Ambaji માં ઘટસ્થાપન વિધિ સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, દર્શન કરવા ભક્તો ઉમટ્યા

 

Published On - 11:52 pm, Sat, 2 April 22

Next Article