Kutch : કોરોનાના સંક્રમણમાં સતત વધારો, ભુજના 65 વિસ્તારો માઇક્રો કન્ટેટમેન્ટ ઝોન જાહેર

ભુજ શહેરના 40 તેમજ ગ્રામ્ય વિસ્તારના 25 સ્થળોને માઇક્રો કન્ટેટમેન્ટ ઝોન જાહેર કર્યા હતા. જેમાં શહેરના પ્રમુખ સ્વામીનગર,રધુવંશી નગર સહિતના વિસ્તારોને સમાવેશ થાય છે.

Kutch : કોરોનાના સંક્રમણમાં સતત વધારો, ભુજના 65 વિસ્તારો માઇક્રો કન્ટેટમેન્ટ ઝોન જાહેર
Kutch Corona Update
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Jan 11, 2022 | 10:59 PM

ગુજરાતના(Gujarat) વધતા કોરોનાના(Corona)  કેસો વચ્ચે ફરી સરકાર અને તંત્ર તૈયારીમાં વ્યસ્ત બન્યુ છે. કચ્છમાં પણ કેસો વધી રહ્યા છે ત્યારે 65 વિસ્તારો માઇક્રો  કન્ટેટમેન્ટ(Micro Containment)  ઝોન જાહેર કરવામાં આવ્યા છે.કચ્છમાં મંગળવારે 121 કેસ પોઝીટીવ નોંધાયા હતા. તો સોમવારે પણ 100 કેસ પોઝીટીવ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ કેસો ભુજ અને ગાંધીધામમાં સામે આવી રહ્યા છે.

ભુજ શહેરના 40  ગ્રામ્ય વિસ્તારના 25 સ્થળોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

જ્યારે તંત્રએ ભુજ શહેરના 40 તેમજ ગ્રામ્ય વિસ્તારના 25 સ્થળોને માઇક્રો કન્ટેટમેન્ટ ઝોન જાહેર કર્યા હતા. જેમાં શહેરના પ્રમુખ સ્વામીનગર,રધુવંશી નગર સહિતના વિસ્તારોને સમાવેશ થાય છે. તો બીજી તરફ કેરા,માનકુવા,મિરઝાપર નારાણપર સહિત જે વિસ્તારોમાં કેસો પોઝીટીવ આવ્યા છે તેને તંત્રએ કન્ટેટમેન્ટ ઝોન જાહેર કર્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પહોચાડાશે જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી અતિરાગ ચપલોત એ જણાવ્યુ હતુ.

આ ઉપરાંત મંગળવારે જીલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે ની અધ્યક્ષતામાં ભુજમાં ખાનગી ડોક્ટરો સાથે એક બેઠકનુ આયોજન કરાયું હતુ. જેમા ખાનગી ડોક્ટરોને સરકારના નિયમ મુજબ સારવાર ખર્ચ લેવા તાકીદ કરાઇ હતી.તો કેમિસ્ટો અને લેબ.ટેકનિશિયનો સાથેની બેઠકમાં દવાનો પુરતો જથ્થો રાખવા સાથે નિયત ભાવો કરતા વધુ ભાવ ન વસુલવા તાકીદ કરાઇ હતી. આ નિયમોનુ પાલન કરવા તાકિદ કરવામાં આવી છે.જેમાં સરકાર દ્વારા કેટેગરી મુજબ નક્કી થયેલ ચાર્જની વસુલાત કરવી અને -દરરોજ ભરેલ તેમજ ખાલી બેડની સંખ્યા લાયઝન ઓફિસરને જણાવવી .

આ ઉપરાંત તેમજ તે વિગતો GERMIS પોર્ટલ પર અપડેટ કરવી. GERMIS પોર્ટલ પર જરૂરી તમામ પ્રકારની એન્ટ્રી 1.BED Occupancy 2. Oxygen Availability 3. Inventory 4. Admitted Patient Status વગેરે નિયમ અનુસાર અપડેટ કરવુ અને બાયોમેડીકલ વેસ્ટના નિકાલના નિયમો તેમજ ઇન્ફેકશન પ્રિવેન્શન પ્રોટોકોલનું પાલન કરવું

તેમજ ઈમરજન્સી સિવાય રેપીડ એન્ટીજન ટેસ્ટનો ઉપયોગ ટાળવો અને RTPCR ટેસ્ટ નો જ આગ્રહ રાખવો. હોસ્પિટલની ઓક્સીજન લાઈન લીકેજ તેમજ ફાયર સેફટી બાબતે જરૂરી તપાસ કરી ખૂટતી કડીઓ પૂરી કરવી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય જરૂરી આનુસંગિક સપોર્ટ સર્વિસ જેવી કે ગરમ પાણી વગેરે બાબતે કાળજી લેવી.

દરેક ખાનગી હોસ્પિટલે પોતાની હોસ્પિટલનો ૨૪x૭ હેલ્પલાઇન નંબર જાહેર કરવો સરકાર ટ્રીટમેન્ટ પ્રોટોકોલ તેમજ ડિસ્ચાર્જ પ્રોટોકોલનું પાલન કરવું. ડેડબોડી નિકાલ માટેની સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું

આ ઉપરાંત કેમિસ્ટો તથા લેબ ટેકનીશીયન સાથેની બેઠકમાં દર્દીઓને તાલુકા સ્તરેથી જ ૧૪ જેટલી મહત્વપૂર્ણ દવાઓ અને સાધનો  જરૂરી PPE કીટ વગેરે સરકાર દ્વારા નક્કી થયેલ દર થી વધારે ચાર્જ ન લેવા તેમજ તેની અમલવારી કરવા જણાવાયું હતુ

આ પણ વાંચો :  Anand: કીર્તિદાન ગઢવીના ડાયરાને લઈને પોલીસ એક્શનમાં, 10 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ

આ પણ વાંચો :  Vadodara : કોરોનાના કેસમાં સતત વધારો, ત્રીજી લહેરનો સામનો કરવા તંત્ર સજ્જ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">