Kutch: PM મોદીની ગુજરાત મુલાકાત પહેલા ભુજમાં કોમી તણાવ, ભારે પોલીસદળ તૈનાત

|

Aug 27, 2022 | 1:20 PM

Kutch: ભુજના માધાપર ગામમાં સામ્પ્રદાયિક તણાવ બાદ મોટી સંખ્યામાં પોલીસન કાફલો તૈનાત કરી દેવામાં આવ્યા છે. જે ગામમાં આ કોમી તણાવ સર્જાયો ત્યાંથી નજીક જ પીએમ મોદીનો આજે કાર્યક્રમ છે.

Kutch: PM મોદીની ગુજરાત મુલાકાત પહેલા ભુજમાં કોમી તણાવ, ભારે પોલીસદળ તૈનાત
FILE PHOTO

Follow us on

કચ્છ જિલ્લામાં ભુજ(Bhuj) શહેર નજીક આવેલ માધાપર ગામમાં શુક્રવારે સાંજે કોમી તણાવ (Communal Tension)ની સ્થિતિ બની હતી. જેને લઈને મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને ખડકી દેવામાં આવ્યા છે. એક પોલીસ અધિકારીએ આ અંગે જાણકારી આપી છે. માધાપર ગામ ભૂકંપ પીડિતોની યાદમાં બનાવવામાં આવેલા સ્મૃતિ વન સ્મારકથી માત્ર 4 કિલોમીટરના અંતરે આવેલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) રવિવારે આ સ્મારકનું ઉદ્દઘાટન કરવાના છે. કચ્છ-પશ્ચિમના પોલીસ વડાએ જણાવ્યુ કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે.

પોલીસ સૂ્ત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એક સમુદાયના સદસ્યોએ બીજા સમુદાય પર હુમલો કર્યો અને તેમની દુકાનો અને પ્રાર્થના સ્થળમાં તોડફોડ કરી હતી. તેમણે જણાવ્યુ કે ભુજ બહારના વિસ્તારમાં માધાપરના પરેશ રબારી નામના યુવકની હત્યા બાદ રબારી સમુદાયમાં રોષ ફેલાયો છે.

યુવકની હત્યા બાદ વધ્યો તણાવ

તેમણે જણાવ્યુ કે સ્થાનિક એક કોમના ઝઘડામાં શુક્રવાર સવારે એક શખ્સે ચાકુ મારી યુવક હત્યા કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ યુવકના અંતિમ સંસ્કાર બાદ પરત ફરતી વખતે આક્રોષિત ભીડે દુકાનો અને એક પ્રાર્થનાસ્થળે તોડફોડ કરી હતી. જો કે પોલીસ તાત્કાલિક સ્થિતિ પર કાબુ કરી લીધો હતો. કચ્છ-પશ્ચિમના પોલીસ અધિક્ષક સૌરભસિંહે જણાવ્યુ કે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. આ અંગે વધુ કોઈ જાણકારી પોલીસ દ્વારા આપવામાં આવી ન હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

હાલ PM નરેન્દ્ર મોદી પણ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. તેમની મુલાકાતના પ્રથમ દિવસે PM મોદી સાંજે સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ખાદી ઉત્સવ કાર્યક્રમમાં એક સભાને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા ફુટ ઓવરબ્રિજનુ ઉદ્દઘાટન કરશે. તેમની ગુજરાત મુલાકાતના બીજા દિવસે એટલે કે 28 ઓગષ્ટે PM મોદી કચ્છની મુલાકાત કરશે.

ભુજિયા ડુંગર પર બનાવવામાં આવ્યુ છે સ્મૃતિવન

નિયત કરાયેલા કાર્યક્રમ મુજબ PM મોદી અહીં સ્મૃતિ વન સહિત એક ડઝનથી વધુ પરિયોજનાઓનું ઉદ્દઘાટન અને ભૂમિપૂજન કરશે. સ્મૃતિ વન કચ્છ જિલ્લાના ભુજ કસ્બા નજીક ભુજિયા ડુંગર પર બનાવવામાં આવ્યુ છે. PM મોદીએ જ્યારે તેઓ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે આ સ્મારક-કમ-મ્યુઝિયમની કલ્પના કરી હતી અને હવે તેઓ વડાપ્રધાન તરીકે તેનું ઉદ્ઘાટન કરશે.

 

Next Article