ભારે પવન સાથે વરસાદની આગાહી વચ્ચે કોસ્ટગાર્ડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

ભારે પવન સાથે વરસાદની આગાહી વચ્ચે કોસ્ટગાર્ડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 6:50 PM

કોસ્ટગાર્ડ દ્વારએરક્રાફ્ટ, જહાજ અને રડાર સ્ટેશન મારફતે સ્થિતી પર સતત નજર રાખવામાં આવી રહી છે. દરિયા નજીકના માછીમારોને સલામત કિનારે પહોંચાડવા કોસ્ટગાર્ડ દ્વારા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યાં છે.

KUTCH : ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી વચ્ચે કોસ્ટગાર્ડ એલર્ટ પર છે. કોસ્ટગાર્ડ દ્વારા ગુજરાતના દરિયામાં રહેલી બોટને પરત લાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યાં છે આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી માછીમારોને સુરક્ષિત સ્થળે રહેવા સચેત કરવામાં આવ્યાં છે. કોસ્ટગાર્ડ દ્વારએરક્રાફ્ટ, જહાજ અને રડાર સ્ટેશન મારફતે સ્થિતી પર સતત નજર રાખવામાં આવી રહી છે. દરિયા નજીકના માછીમારોને સલામત કિનારે પહોંચાડવા કોસ્ટગાર્ડ દ્વારા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યાં છે.

બંગાળની ખાડીમાંથી ઉદભવીને ઓરિસ્સા, આંઘ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેની અસર વર્તાવીને વાવાઝોડુ ગુલાબ નબળુ પડીને ફરી પાછુ મજબૂત થઈ ને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની અસર વર્તાવશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 3 દિવસ એટલે કે 1 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સાથે જ રાજ્યાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં 65 કિમીની ઝડપે પવન ફૂંકવાની શક્યતાને પગલે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે દરિયાકાંઠાના તમામ જિલ્લાને એલર્ટ કર્યા છે. આ અંગે ટેસ્ટ ઈમરજન્સી સેન્ટરે રાજ્યના દરિયાકાંઠાના તમામ જિલ્લા કલેકટરને સૂચના આપી છે.

આ પણ વાંચો : 2.75 લાખ કયુસેક પાણીની આવકથી ઉકાઈ ડેમના 7 ગેટ ખોલી પાણી છોડાયું , તાપી નદીકાંઠા અને સુરતના વિસ્તારોને એલર્ટ કરાયા

આ પણ વાંચો : તો ગુજરાતમાં પણ બનશે તિરુપતિ બાલાજીનું ભવ્ય મંદિર, જાણો ક્યાં બિરાજશે ભગવાન વેંકટેશ્વર

g clip-path="url(#clip0_868_265)">