Kutch: ક્યાંક તમારૂ બાળક શાળાએથી છુટીને નાહવા તો નથી જતુ ને? ભચાઉ નજીક કેનાલમાં ડુબવાથી બાળકનું મોત !

|

Mar 26, 2022 | 7:18 PM

આજે ભચાઉના ખાનગી સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્કુલ છુટ્યા બાદ ભચાઉ નજીક જ કેનાલ પાસે ગયા હતા. અને ત્યાં નાસ્તો કર્યા બાદ હાથ ધોવા અને નાહવા માટે ગયા હતા.

Kutch: ક્યાંક તમારૂ બાળક શાળાએથી છુટીને નાહવા તો નથી જતુ ને? ભચાઉ નજીક કેનાલમાં ડુબવાથી બાળકનું મોત !
Kutch: Child dies after drowning in Narmada canal near Bhachau

Follow us on

Kutch: પુર્વ કચ્છમાં પાછલા બે મહિનામાં પાણી 8 લોકો માટે જીવલેણ સાબિત થયુ છે. જોકે આજે બનેલ કિસ્સો દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન છે. કેમકે ભચાઉની (Bhachau) સ્કુલમાં અભ્યાસ કરતા બે બાળકો (Child)આજે સ્કુલ છુટ્યા પછી નાસ્તો કરી નર્મદા કેનાલમાં નાહવા માટે પડ્યા હતા. જેમાં એકનો તો ચમત્કારીક બચાવ થઇ ગયો હતો. પરંતુ એક વિદ્યાર્થી પાણીમાં ડુબી જવાથી મોતને (Death)ભેટ્યો છે. ભચાઉ ફાયર વિભાગ અને ભુજની ટીમે 2 કલાકની જહેમત બાદ મૃતદેહ શોધવામાં સફળતા મળી હતી.

ઉનાળામાં આવા બનાવો સામે જાગૃતિ જરૂરી

ઉનાળામાં પાણીમાં ડુબી જવાથી મૃત્યુના કિસ્સાઓ વધતા હોય છે. કચ્છમાં પણ પાછલા બે મહિનામાં કેનાલમાં ડુબી જવાથી 7 થી વધુ લોકો મોતને ભેટ્યા છે. આજે ભચાઉના ખાનગી સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્કુલ છુટ્યા બાદ ભચાઉ નજીક જ કેનાલ પાસે ગયા હતા. અને ત્યાં નાસ્તો કર્યા બાદ હાથ ધોવા અને નાહવા માટે ગયા હતા. પરંતુ અકસ્માતે કેનાલમાં બન્ને બાળકો ડુબવા લાગ્યા હતા. જે પૈકી પ્રવિણ પ્રજાપતીનો ચમત્કારીક બચાવ થયો હતો. જ્યારે હિતેશ માંગીલાલ પ્રજાપતી ઉં.15 નું ડુબી જવાથી મોત નિપજ્યુ છે. ભચાઉના વિદ્યાર્થીના મોતથી ગામમાં અરેરાટી ફેલાઇ હતી. ભચાઉ પી.એસ.આઇ એ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ફાયરની ટીમે બે કલાકની જહેમત કર્યા બાદ કિશોરનો મૃતદેહ મળી શક્યો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ઉનાળાની આકરી ગરમીમાં ડુબી જવાના બનાવોની સંખ્યા વધતી હોય છે. કચ્છમાં પણ નર્મદા કેનાલમાં ડુબવાના કિસ્સા બે મહિનામાં વધ્યા છે. તેવામાં વાલીઓએ સાવચેત થઇ પોતાના બાળકો સ્કુલ છુટ્યા બાદ કે રમવાના બહાને જોખમી જગ્યાએ નાહવા તો નથી જતા ને તેની તકેદારી રાખવી જરૂરી છે. ભચાઉમાં આવાજ જોખમે એક વિદ્યાર્થીને જીવ ગુમાવવો પડ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે માસ દરમિયાન પૂર્વ કચ્છમાં આવેલી નર્મદા કેનાલમાં 8 જેટલા લોકો અકાળે ડૂબીને મૃત્યુ પામ્યા હતા. જેમાં ગત 23 માર્ચે અંજારના લાખપર પાસે 2 યુવક, 17 માર્ચના રોજ અંજારના 3 યુવક ખરોઇ પાસે અને 1 કિશોર ચોબારી પાસે તથા 17 ફેબ્રુઆરીના ગાંધીધામના 2 યુવક ભચાઉ દુધઈ વચ્ચેની સુખપર પાસેની કેનાલમાં ડૂબીને મૃત્યુ પામ્યા હતા.

આ પણ  વાંચો : Vadodara: ડભોઇમાં દુષ્કર્મ પીડિતાનો નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યો, યુવતીએ ગેંગ રેપની નોંધાવી હતી ફરિયાદ

આ પણ વાંચો :  Finance Bill 2022: ફાઇનાન્સ બિલ 2022 લોકસભામાંથી પસાર, સરકાર ક્રિપ્ટોકરન્સી પર ટેક્સને લઈને વધુ કડક બની

Published On - 7:14 pm, Sat, 26 March 22

Next Article