Kutch : ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ કાર્યકરો સાથે હળવા અંદાજમાં જોવા મળ્યા ,સોશિયલ મીડિયા પર એક્ટિવ થવા આહ્વવાન કર્યું

|

May 14, 2022 | 9:37 PM

ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે (CR Paatil) ફેસબુકની સાથે સોશિયલ મિડીયા પર સક્રિય થવા માટે ભાજપના કાર્યક્રરોને આહવાન કર્યુ હતુ. સાથે એકાઉન્ટ ન હોય તો બનાવવા માટે પણ અપીલ કરી હતી. તેમજ મોટા નેતાઓની ટ્વીટને રીટીવ્ટ કરવા પણ જણાવ્યુ હતુ

Kutch : ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ કાર્યકરો સાથે હળવા અંદાજમાં જોવા મળ્યા ,સોશિયલ મીડિયા પર એક્ટિવ થવા આહ્વવાન કર્યું
Gujarat Bjp Chief CR Paatil Address Karyakar Sanmelan At Bhuj

Follow us on

ગુજરાતમાં ચાલુ વર્ષે યોજાનાર વિધાનસભા ચુંટણીઓને(Gujarat Assembly Election 2022)  લઇને તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારી શરૂ કરી છે ત્યારે આજે વિવિધ કાર્યક્રમોમાં હાજરી સાથે સંગઠનને શીખામણ આપવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ(CR Paatil)  કચ્છ આવ્યા હતા. જેમાં એક દિવસીય પ્રવાસ દરમ્યાન તેઓ અનેક કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા. કચ્છ યુનિવર્સીટી(Kutch)  ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા માટેના કેન્દ્રને શરૂ કરવા સહિત ભાજપના કચ્છના નવા કાર્યાલયના ખાતમુહર્ત સુધી તેઓએ અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને પોતાના ભાષણ દરમ્યાન અનેક  વખત હળવા અંદાજમાં જોવા  મળ્યા હતા.  આ કાર્યક્રમ દરમ્યાન 92 કિલો ચાંદી સાથે જૈન સમાજ અને તેરાતુજકો અર્પણ સંસ્થાએ તુલા કરી હતી. તો ભાજપના યુવા કાર્યક્રરો બાઇક રેલી સાથે નાનકડો રોડ શો પણ યોજ્યો હતો તો કચ્છના સાંસદ વિનોદ ચાવડાની સંસ્થાના નેજા હેઠળ તૈયાર થયેલ સમરસ કન્યા છાત્રાલાયને ખુલ્લુ મુકવાના કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા.

મારી પત્ની પુછે છે ચાંદી ક્યા જાય છે : સી.આર. પાટીલ

કચ્છ યુનિવર્સીટી માં આયોજીત સ્ટેજ કાર્યક્રમ દરમ્યાન સી.આર. પાટીલે જૈન સમાજની જીવદયા અને દરેક ક્ષેત્રમાં દાનની મદદની પ્રસંશા કરી હતી સાથે જણાવ્યુ હતુ કે મારી 7મી વખત રજત તુલા થઇ રહી છે ત્યારે ઘરે જાવુ ત્યારે પત્ની પુછે છે ચાંદી જાય ક્યા છે. C.R પાટીલની વાત પર સૌ કોઇ હસી પડ્યા હતા.

તો આજે કચ્છના નવા ભાજપ કાર્યલયનુ ખાત મુહર્ત કર્યા બાદ વિવિદ કાર્યક્રરો આગેવાનોએ નવા કાર્યાલય માટે ફંડની જાહેરાત કરી હતી ત્યારે સી.આર.પાટીલે ભાષણ દરમ્યાન મોરચો સંભાળી કચ્છના સાંસદથી લઇ ધારાસભ્ય અને મોટા હોદ્દેદારોના પૈસાની રકમ વધારી હતી અને આ માટે તેઓએ કાર્યકરોને પુછી ટકોર કરી હતી કે કાર્યક્રરો જાણે છે કોની પાસે કેટલા પૈસા છે. આ દરમ્યાન કચ્છના સાંસદ,ધારાસભ્ય,જીલ્લા પ્રમુખ અને મહામંત્રી સહિત મોટા હોદ્દેદારોની જાહેર કરેલી રકમ વધારી કાર્યક્રરોને ખુબ હસાવ્યા હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ગુજરાતમાં મહાઠગને આરોગ્ય શિક્ષણ મુદ્દે યોગ્ય જવાબ મળી ગયો છે

આ કાર્યક્રમમાં ભાષણ દરમ્યાન સી.આર.પાટીલે કાર્યક્રરોને પેજ સમિતીની રચનાથી લઇ સંગઠન માટે થનાર કાર્યક્રરોની માંહિતી સાથે પોતાના એક દિવસના જાહેર કરેલા નવા કાર્યક્રમની માહિતી આપી કચ્છમાં આવો કાર્યક્રમ યોજવાની વાત કરી હતી  જો કે તેની વાત પર કાર્યક્રરોની વાતનો કોઇ પ્રતિસાદ ન મળતા તેઓએ રમુજ સાથે કાર્યક્રરોને સમજ ન પડતી હોવાની વાત કરતા સૌ કોઇ હસી પડ્યા હતા. તો ગુજરાતમાં તાજેતરમાંજ આવેલા આપના અરવિંદ કેજરીવાલ પર નામ લીધા વિના કટાક્ષ કરતા તેઓએ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં મહાઠગને આરોગ્ય શિક્ષણ મુદ્દે યોગ્ય જવાબ મળી ગયો છે. પરંતુ કચ્છ ભાજપના કાર્યક્રરોને ટ્વીટર પર મહાઠગના નામે લખવા આહવાન કર્યુ હતુ.

સોશિયલ મિડીયા પર સક્રિય થવા કાર્યકરોને અપીલ

તો ફેસબુકની સાથે સોશિયલ મિડીયા પર સક્રિય થવા માટે સી.આર.પાટલીએ ભાજપના કાર્યક્રરોને આહવાન કર્યુ હતુ. સાથે એકાઉન્ટ ન હોય તો બનાવવા માટે પણ અપીલ કરી હતી. સાથે મોટા નેતાઓની ટ્વીટને રીટીવ્ટ કરવા પણ જણાવ્યુ હતુ આ દરમ્યાન તેઓએ રમુજ ફેલાવી કહ્યુ હતુ ટીકીટ આપવા સમયે આ બાબત પણ ધ્યાનમાં લેવાશે કોના કેટલા ફોલોઅર્સ છે.

જો કે કાર્યક્રમ દરમ્યાન તેઓએ મિડીયાથી અંતર બનાવી રાખ્યુ હતુ અને કોઇપણ વાત કરવાનો ઇન્કાર કર્યો હતો. તો વિવિધ કાર્યક્રમોમાં હાજરી સાથે ભાજપના આગેવાન દ્રારા વડાપ્રધાન મોદીના કચ્છ સાથેના વિશિષ્ટ સંબધો પર રખાયેલી ફોટો પ્રદર્શની પણ નિહાળી હતી અને લોકોને જોવા માટે અપીલ કરી હતી. તેમજ કાર્યક્રરો સાથે સંબોધન દરમ્યાન ચુંટણીમાં મહેનત કરવા તૈયાર રહેવાની ટકોર પણ તેમણે કરી હતી.

Next Article