Kutch: ભુજની 7 વર્ષની હર્ષિ 30 સેકન્ડમા 82 દેશના નકશા ઓળખી બતાવે છે, હવે ગીનીશ બુક માટે તૈયારી

|

Jun 28, 2022 | 9:22 PM

સામાન્ય રીતે આ વયજુથમાં બાળકો રમતગમત અને મોબાઇલમા (Mobile) વ્યસ્ત હોય છે, પણ 7 વર્ષની હર્ષિ સામાન્ય જ્ઞાનમાં (General knowledge) વધારો કરતી રહી અને દોઢ વર્ષની મહેનત બાદ માત્ર 30 જ સેકન્ડમાં નકશાની અંદર 82 દેશને ઓળખી બતાવ્યા છે.

Kutch: ભુજની 7 વર્ષની હર્ષિ 30 સેકન્ડમા 82 દેશના નકશા ઓળખી બતાવે છે, હવે ગીનીશ બુક માટે તૈયારી
હર્ષિની સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મળ્યું

Follow us on

વિવિધ માધ્યમો પર ટેલેન્ટ શોધ કાર્યક્રમો થકી અનેક લોકો આજે ઉભરીને આવ્યા છે. ત્યારે કચ્છની  (Kutch Latest News) બાળકીએ પણ પોતાની પ્રતિભાને પ્રગતિનો રસ્તો બનાવી વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામા સ્થાન મેળવવા સાથે પરિવાર અને કચ્છનુ નામ રોશન કર્યુ છે. કોરોના મહામારીમાં શાળાઓ બંધ રહેતા બાળકોના શિક્ષણ પર તેની અસર થઈ હતી. જોકે, ભુજની માત્ર 7 વર્ષની બાળાએ આ સમયનો સદઉપયોગ કરી પોતાની પ્રતિભા દર્શાવી છે. સામાન્ય રીતે આ વયજુથમાં બાળકો રમતગમત અને મોબાઇલમા વ્યસ્ત હોય છે, પણ 7 વર્ષની હર્ષિ સામાન્યજ્ઞાનમાં વધારો કરતી રહી અને દોઢ વર્ષની મહેનત બાદ માત્ર 30 જ સેકન્ડમાં નકશાની અંદર 82 દેશને ઓળખી બતાવ્યા છે.

હર્ષિની સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મળ્યું

હર્ષિના પિતા પ્રજ્ઞેશ જરાદીના મતે, શાળાઓ બંધ હતી ત્યારે મોબાઇલ જોવાને બદલે હર્ષી ઘરે વિજ્ઞાનના પ્રયોગો અને ગણિતની કોઠાસૂઝ સહિતની પ્રવૃત્તિઓ કરતી. આ દરમિયાન ઇન્ડિયાના નકશાની પઝલ સોલ્વ કરતી હતી ત્યારે બધા રાજ્યની રાજધાનીઓ ઝડપથી ઓળખી બતાવી અને પછી તેમાં જ આગળ વધતા તેણે જુદા જુદા દેશોને પણ નકશામા ઓળખી બતાવ્યા હતા. આ સિદ્ધિ વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેટ થઈ શકે તેવું જાણવા મળતા સતત દોઢ વર્ષથી મહેનત કરી દેશના નકશાઓની માહિતી મેળવતી અને છેવટે તેણે લેપટોપની અંદર 30 જ સેકન્ડમાં દુનિયાના 198 દેશ પૈકી 82 દેશને ઓળખી બતાવતા તેને ઇન્ડીયા બુક ઓફ રેકર્ડમા સ્થાન મળ્યુ છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

શિક્ષક માતા ઓળખી ગયા પ્રતિભા

ફાલ્ગુનીબેન શિક્ષક તરીકે ભુજમા ફરજ બજાવે છે. જે રીતે મોટી દીકરીને અલગ-અલગ ક્ષેત્રમા આગળ વધારી તે રીતે તેઓને હર્ષીમા પણ કાંઇક જુદુ હોવાનું પામી તેની પાછળ મહેનત શરૂ કરી હતી અને દોઢ વર્ષની મહેનત બાદ ભુજ ખાતે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના જિલ્લા પ્રતિનિધિ મિલન સોની, દેવયાની સોનીની હાજરીમાં આ રેકોર્ડ બનાવવા સમયે તેઓ સાક્ષી રહ્યા હતા. હર્ષીને હાલ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામા આવી છે જો કે, હર્ષી અને તેના પરિવારનો હવે પછીનો ગોલ ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે અને તેના માટે તેઓ હાલ તૈયારી કરી રહ્યા છે.

Published On - 8:27 pm, Tue, 28 June 22

Next Article