Kutch : ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની વાગડમાં અનોખી ઉજવણી, આ સ્થળો પર લહેરાયો ત્રિરંગો

|

Aug 14, 2022 | 7:36 AM

1857 ના વિપ્લવમાં પાંચ ક્રાંતિકારીઓએ વાગડ વિસ્તારના દુર્ગમ સ્થાનોમાં છૂપી રીતે રહેવા માટે ભગવાં ધારણ કર્યા અને ભક્તિનો રંગ એવો લગાડ્યો કે તેઓ મહાન થઈ ગયા.

Kutch : આઝાદીના અમૃત મહોત્સવની વાગડમાં અનોખી ઉજવણી, આ સ્થળો પર લહેરાયો ત્રિરંગો
Azadi Amrit Mahotsav

Follow us on

હાલ સમગ્ર દેશમાં (india) આઝાદીના અમૃત મહોત્સવની (Azadi Amrit Mahotsav) ઉજવણી થઇ રહી છે, ત્યારે રાપર વિસ્તારમાં પણ ઉજવણી કરવામા આવી હતી. દેશની આઝાદી માટે 1857 ના વિપ્લવમા (indian Rebellion of 1857) મહત્વનો ભાગ ભજવનાર પાંચ ક્રાંતિકારીઓના સ્થળ પર ત્રિરંગો (indian flag) લહેરાવવામાં આવ્યો હતો.તમને જણાવવુ રહ્યું કે, 1857 ના વિપ્લવમાં પાંચ ક્રાંતિકારીઓ વાગડ વિસ્તારના દુર્ગમ સ્થાનોમાં છૂપી રીતે રહેવા માટે ભગવાં ધારણ કર્યા અને ભક્તિનો રંગ એવો લગાડ્યો કે તેઓ મહાન થઈ ગયા.

આઝાદીના અમૃત મહોત્સવની ઠેર-ઠેર ઉજવણી

આ ક્રાંતિકારીઓને અને એમના સિધ્ધ જીવનને યાદ કરી રાપર વિસ્તારમાં (Rapar Area) આ દરેક જગ્યાએ વિશિષ્ટ કાર્યક્રમ યોજી સાચા અર્થમાં ઉજવણી કરવામાં આવી. જ્યાં ક્રાંતીકારીએ રૂદ્ ભદ્ર નામ ધારણ કરી સિધ્ધ તપ કર્યું હતુ, તેમની યાદ તાજી કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.સાથે ત્રિરંગાનું (Flag) વિતરણ પણ કરાયું હતું.

કાર્યક્રમમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા

જો આ પાંચ ક્રાંતિકારીઓની વાત કરીએ તો એકલ જાગીર મધ્યે ક્રાંતીકારી મહાત્મા રૂદ્ર ભદ્રજી, બાદરગઢ મુકામે ક્રાંતિકારી ભભૂતગરજી,ભુટકીયા મધ્યે ક્રાંતિકારી જ્ઞાનગરજી, ચિત્રોડ મધ્યે ક્રાંતિકારી કાશીગરજી અને નિલાગરના ડુગરે ક્રાંતિકારી રામગરજી.આવા દરેક સ્થાનો પર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં સંતો, મહંતો અને ભાજપના હોદ્દેદારોએ ભાગ લીધો હતો. મહત્વનું છે કે, રાપર (Rapar) એકલધામ જાગીરના મંહત યોગી દેવનાથ બાપુએ આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન કર્યુ હતુ. પુર્વ ધારાસભ્ય પંકજ મહેતા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વણવીર સોલંકી,તાલુકા ભાજપના પ્રમુખ નશા દૈયા,રાપર નગરપાલીકાના પ્રમુખ અમૃતબેન વાવીયા,બી.એસ.એફના સીંગ સાહેબ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં આ ક્રાંતિકારીઓને યાદ કર્યા હતા. હર ઘર તિરંગા (har Ghar tiranga) અતર્ગત દરેક જગ્યાએ તિરંગાયાત્રાનુ આયોજન કરાઇ રહ્યુ છે ત્યારે વાગડ વિસ્તારમાં અનોખી રીતે આઝાદીમાં ભાગ લેનાર ક્રાંતિકારીઓને યાદ કરી મહોત્સવની ઉજવણી કરાઇ હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પઠાનનો વિરોધ કરવા બદલ કચ્છના દેવનાથ બાપુને મળી શિરચ્છેદની ધમકી

શાહરૂખ ખાનની (Shahrukh Khan) આગામી ફિલ્મ પઠાનનો વિરોધ કરવા બદલ કચ્છના દેવનાથ બાપુનું માથું કાપી નાખવાની ધમકી આપવામાં આવી છે. હિન્દુ યુવા વાહિની  ગુજરાતના પૂર્વ પ્રમુખ યોગી દેવનાથ બાપુને ટ્વિટર પર ધમકી આપવામાં આવી હતી. નોંધનીય છે કે ઈશનિંદા જેવા મામલાઓમાં દેશના વિવિધ શહેરોમાં 4 થી વધુ લોકોના શિરચ્છેદ અને ડઝનેક લોકોના શિરચ્છેદની ધમકીઓ મળ્યા બાદ ગુજરાત કચ્છના આ સંતને ટ્વિટર પર પઠાન ફિલ્મનો (Pathan film) વિરોધ કરવા બદલ શિરચ્છેદ કરવાની ધમકી આપવામાં આવી છે.

Published On - 7:34 am, Sun, 14 August 22

Next Article