Kutch: કલાકારની મુશ્કેલી વધી, અનુસુચિત જાતી વિશે બોલતા લોક ગાયક યોગેશ બોક્ષા સામે FIR

|

May 15, 2022 | 7:18 PM

કાર્યક્રમ દરમ્યાન (Kutch Latest News) અનુસુચીત જાતી વિશે ટીપ્પણી કરતા ત્યાં ઉપસ્થિત સમાજના લોકોએ જાહેરમંચ પરજ યોગેશ બોક્ષાનો વિરોધ કર્યો હતો તો કચ્છ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચએ પણ આ મામલે ફરીયાદ નોંધી તાત્કાલીક યોગેશ બોક્ષાની ધરપકડ માટે માંગ કરી હતી.

Kutch: કલાકારની મુશ્કેલી વધી, અનુસુચિત જાતી વિશે બોલતા લોક ગાયક યોગેશ બોક્ષા સામે FIR
લોક ગાયક યોગેશ બોક્ષા સામે FIR

Follow us on

જાણીતા લોક ગાયક (folk singer) અને ભાજપના કાર્યક્રર એવા યોગેશ બોક્ષાની (Yogesh Boksha) મુશ્કેલી વધી છે. ગઈકાલે તારીખ 14ના ભુજમાં સમરસ કન્યા છાત્રાલયના એક કાર્યક્રમ દરમ્યાન જાહેરમંચ પરથી યોગેશ બોક્ષાએ એક ટીપ્પણી કરી હતી. જે મામલે ગઈકાલે ભારે હોબાળો સર્જાયો હતો. કચ્છના (Kutch Latest News) સાંસદ વિનોદ ચાવડા પ્રેરીત સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્રારા આ કાર્યક્રમ આયોજીત કરાયો હતો, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમમં યોગેશ બોક્ષા ઉપસ્થિત હતા. જો કે કાર્યક્રમ દરમ્યાન અનુસુચીત જાતી વિશે ટીપ્પણી કરતા ત્યાં ઉપસ્થિત સમાજના લોકોએ જાહેરમંચ પરજ યોગેશ બોક્ષાનો વિરોધ કર્યો હતો તો કચ્છ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે પણ આ મામલે ફરિયાદ નોંધી તાત્કાલીક યોગેશ બોક્ષાની ધરપકડ માટે માંગ કરી હતી.

જે મામલે તારીખ 14ના મોડી રાત્રે ભુજ એ ડીવીઝન પોલિસ મથકે યોગેશ બોક્ષા સામે આઇ.પી.સી ની કલમ 153(A) તથા એટ્રોસીટી એક્ટની વિવિધ કલમો તળે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો?

ગઈકાલે સી.આર.પાટીલના હસ્તે આ કન્ય છાત્રાલયને ખુલ્લુ મુકવાનુ હતુ, જેના માટે આયોજીત સાંસ્કતિક કાર્યક્રમમાં જેમાં ઉમેશ બારોટ સહિત યોગેશ બોક્ષા(ગઢવી) પણ ઉપસ્થિત હતા, પરંતુ પોતાના કાર્યક્રમ દરમ્યાન તેઓએ સમરસતાના કાર્યક્રમમાં અનુસીચિત જાતીની લાગણી દુભાય તેવુ ભાષણ કર્યુ હતુ. જેથી સામાજીક કાર્યક્રર વિશાલ ગરવાએ ભુજ એ ડીવીઝન પોલિસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલિસે ફરીયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. જો કે લોકગાયકની આવી માનસિકતા ભર્યા શબ્દપ્રયોગથી સમાજમાં ભારે રોષ છે.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કચ્છમાં વધેલા કિસ્સાથી સમાજમા રોષ

યોગેશ બોક્ષાએ જાતી અપમાનિત કરતી ટીપ્પણીના વિવાદ પહેલા અંજારના સાપેડા ગામે પણ તાજેતરમાં ગામના કેટલાક શખ્સો દ્વારા અનુસુચિત જાતિના સભ્યો સાથે ગેર બંધારણીય વ્યવહારના મુદ્દે 13 તારીખે સાપેડાથી મોટી સંખ્યામા ન્યાયની માંગણી સાથે સમાજના લોકો પગપાળા ચાલી ભુજ સુધી ન્યાય માટે પહોંચ્યા હતા, તે વિવાદ વચ્ચે બીજી તરફ અનામત બેઠક પરથી ચૂંટાયેલા કચ્છના સાંસદના કાર્યક્રમમાં બનેલી ઘટનાથી સમાજમાં રોષ છે, તેવામા કાયદો વ્યવસ્થા સાથે આવી માનસિકતા ધરાવતા લોકો સામે કાયદો કડક હાથે કામ લે સાથે સમાજના ચુંટાયેલા પ્રતિનીધી પણ મામલાને ગંભીર ગણી કાર્યવાહી કરે તેવી માંગ છે

Published On - 6:51 pm, Sun, 15 May 22

Next Article