Kutch: ભુજથી માતાના મઢ જતી ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 20 મુસાફરો ઈજાગ્રસ્ત

|

Oct 04, 2022 | 8:30 PM

Kutch: ભુજથી માતાના મઢ જતી એસટી બસ અને ટ્રક વચ્ચે એકસ્માત થયો હતો. કોટડા નજીક એસટી બસ પહોંચી ત્યારે આગળ જઈ રહેલા ટ્રક સાથે પાછળથી અથડાઈ હતી, જેમાં અચાનક બ્રેક વાગવાથી મુસાફરો આગળ તરફ ફંગોળાયા હતા. આ અકસ્માતમાં 20 મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી છે.

Kutch: ભુજથી માતાના મઢ જતી ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 20 મુસાફરો ઈજાગ્રસ્ત

Follow us on

કચ્છના ભુજ (Bhuj)થી માતાના મઢ જતી એસ.ટી. (S.T.) બસને અકસ્માત નડ્યો હતો. બસ અને ટ્રક વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. નખત્રાણાના કોટડા જદોડર નજીક આ અકસ્માત સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોને નખત્રાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને પહેલા સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા નખત્રાણા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્તોને ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે. સવારના સમયે આ અકસ્માતની ઘટના ઘટી હતી.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ST બસના ડ્રાઈવરને પણ આવી ઈજા

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સવારે 11 વાગ્યા આસપાસ માતાના મઢ તરફ જઈ રહેલી એસટી બસે આગળ જતા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટ્રકને ઓવરટેક કરવા જતા ટ્રક તરફથી સાઈડ ન મળતા બસ ટ્રક સાથે પાછળથી અથડાઈ હતી. જેમાં અચાનક બ્રેક લાગતા બસમાં સવાર મુસાફરો આગળની તરફ ફંગોળાયા હતા. જેમાં 20 જટેલા મુસાફરો બસની સીટ સાથે ટકરાઈ જવાથી દરેકને નાની મોટી ઈજા થઈ છે. અકસ્માતમાં બસ ચાલકને પણ ઈજા પહોંચી હતી. જો કે અકસ્માતનું ચોક્કસ કારણ હાલ જાણી શકાયુ નથી. પરંતુ આ ઘટના બાદ ઘાયલોને નખત્રાણા સી.એચ.સી. ખાતે ખસેડવામાં આવતા લોકોની ભીડ જમાં થઈ ગઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.

Next Article