Kutch : જખૌમાંથી ફરી એકવાર ડ્રગ્સ મળી આવ્યુ, સર્ચ ઓપરેશન દરમિયાન 48 કિલો ડ્રગ્સનો જથ્થો મળતા ખળભળાટ

|

Jun 05, 2022 | 1:59 PM

પાકિસ્તાની બોટમાંથી આ પેકેટ ફેંકાયા હોય તેવી શક્યતા સેવાઈ રહી છે.IMBL નજીક થોડા દિવસ અગાઉ અગાઉ મળેલા બિનવાસરી પેકેટ કરતા અલગ પ્રકારના પેકેટ હોવાની જાણકારી મળી રહી છે.

Kutch : જખૌમાંથી ફરી એકવાર ડ્રગ્સ મળી આવ્યુ, સર્ચ ઓપરેશન દરમિયાન 48 કિલો ડ્રગ્સનો જથ્થો મળતા ખળભળાટ
File Photo

Follow us on

કચ્છમાં (Kutch) જખૌ વિસ્તારમાંથી ફરી એકવાર ડ્રગ્સ(Drugs)  મળ્યુ હોવાના સમાચાર મળી રહ્યા છે.સર્ચ ઓપરેશન દરમિયાન 1 કિલોના 48 પેકેટ એટલે કે કુલ 48 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.મળતી માહિતી મુજબ BSF (Boarder Security force) અને પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સના પેકેટ મળ્યા હતા.પાકિસ્તાની બોટમાંથી આ પેકેટ ફેંકાયા હોય તેવી શક્યતા સેવાઈ રહી છે.IMBL નજીક થોડા દિવસ અગાઉ પાકિસ્તાની બોટ (Pakistani Boat)ઝડપાઈ હતી.અગાઉ મળેલા બિનવાસરી પેકેટ કરતા અલગ પ્રકારના પેકેટ હોવાની જાણકારી મળી રહી છે.

એક કન્ટેનરમાં  52 કિલો કોકેઇન મળી આવ્યું હતુ

ગુજરાતમાં (Gujarat) ડ્રગ્સ મળી આવવાની ઘટના વારંવાર પ્રકાશમાં આવી રહી છે. શું ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ અને નશીલા પદાર્થની હેરાફેરી માટે સલામત ઝોન બની ગયો છે ? થોડા દિવસો અગાઉ  કચ્છના (Kutch News) મુન્દ્રા પોર્ટ પરથી કોકેઈનનો જથ્થો ઝડપાયો હતો. એક કન્ટેનરની તપાસમાં મળ્યું 52 કિલો કોકેઇન મળી આવ્યું હતુ. કોકેઇનના સેમ્પલ પરીક્ષણ માટે FSLમાં મોકલવામાં આવ્યા છે. મળતી માહીતી મુજબ આ કન્ટેનર દુબઈથી આવ્યું હતું. ડીઆરઆઈની કાર્યવાહીમાં આ જથ્થો મળી આવ્યો હતો. હાલ આ સમગ્ર મામલે DRIએ વધુ તપાસ હાથ ધરી છે. જો કે, વધુ વિગતો માટે FSLના રિપોર્ટની રાહ જોવાય રહી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Next Article