Kutch: ધોરડોમાં આજથી G-20ની 3 દિવસીય ટુરિઝમ બેઠકનો થશે પ્રારંભ,100થી વધુ ડેલિગેટ્સ નિહાળશે ભાતીગળ સંસ્કૃતિ

|

Feb 07, 2023 | 8:31 AM

આ ઐતિહાસિક બેઠકમાં આવતા વિદેશી મહેમાનોને રણદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે હેરીટેજ સાઈટ ધોળાવીરા અને સ્મૃતિવનની મુલાકાતે પણ લઇ જવામાં આવશે.  આ દરમિયાન ડેલીગેટસને ગ્રામીણ પ્રવાસન તથા જીઓ ટુરિઝમના વિકાસની પ્રતિતી કરાવાશે.

Kutch: ધોરડોમાં આજથી G-20ની 3 દિવસીય ટુરિઝમ બેઠકનો થશે પ્રારંભ,100થી વધુ ડેલિગેટ્સ નિહાળશે ભાતીગળ સંસ્કૃતિ
Tourism bethak kutch

Follow us on

આજથી ધોરડો ખાતે G-20 અંતર્ગત 3 દિવસની ટુરિઝમ બેઠકનો પ્રારંભ થશે. ગુજરાતની પ્રથમ વર્કિંગ કમિટીની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં G- 20 દેશના 100થી વધુ ડેલીગેટસ સાથે અન્ય પ્રવાસન ક્ષેત્રની સંસ્થાઓ પણ ભાગ લેશે.આ દરમિયાન ડેલીગેટસને ગ્રામીણ પ્રવાસન તથા જીઓ ટુરિઝમના વિકાસની પ્રતિતી કરાવાશે.

વિદેશી ડેલિગેટ્સ નિહાળશે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ

તેમજ બેઠક દરમિયાન કચ્છ અને ગુજરાતની સંસ્કૃતિ, કળાનું પ્રદર્શન પણ યોજાશે. આ સાથે ગ્લોબલ ટુરિઝમની ચર્ચા કરી વધુ વિદેશી રોકાણ પ્રવાસન ક્ષેત્રમાં થાય તે માટે પણ પ્રયાસ કરાશે. મહત્વપૂર્ણ છે કે આ ઐતિહાસિક બેઠકમાં આવતા વિદેશી મહેમાનોને રણદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે હેરીટેજ સાઈટ ધોળાવીરા અને સ્મૃતિવનની મુલાકાતે પણ લઇ જવામાં આવશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

9-10 ફેબ્રુઆરીએ અમદાવાદમાં અર્બન-20 ઇન્સેપ્શન બેઠક

G-20 સમિટના ઉપલક્ષ્યમાં આગામી 9-10 ફેબ્રુઆરીએ અમદાવાદમાં અર્બન-20 અંતર્ગત સિટી શેરપા ઈન્સેપ્શન બેઠક યોજાશે. આ બેઠકમાં સામેલ થવા માટે 20 આંતરરાષ્ટ્રીય શહેરોમાંથી ડેલિગેશન અમદાવાદ આવશે. જેમા અમેરિકા, જાપાન, ઈટાલી અને ફ્રાન્સ સહિતના દેશો સામેલ છે.

આગામી 9 મહિનામાં રાજ્યમાં 14 વિવિધ બેઠકો યોજાશે

આગામી 9-10 ફેબ્રુઆરીએ અર્બન-20 અંતર્ગત સિટી શેરપા બેઠક બાદ જુલાઇ 2023માં અર્બન-20ના મેયરની બેઠક યોજાશે. ક્લાઇમેટ-40 અને યુનાઇટેડ સીટિઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ્સની સાથે મળીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા અર્બન-20 બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જી-20 હેઠળ આગામી 9 મહિનામાં રાજ્યમાં 14 વિવિધ બેઠકો યોજાશે. હાલમાં જ ગાંધીનગર ખાતે બિઝનેસ-20ની એક બેઠક યોજાઈ હતી.

આ બેઠકો માર્ચ અને એપ્રિલ દરમિયાન યોજાશે

અમદાવાદ, સુરત, કેવડિયા અને ધોરડો સહિતના સ્થળે અન્ય 14 બેઠકો આગામી દિવસોમાં રાજ્યમાં યોજાશે. કચ્છના ધોરડોમાં 7થી 10 ફેબ્રુઆરી દરમિયાન ટુરિઝમ વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠક યોજાશે. એ પછી 9 અને 10 ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદમાં અર્બન-20 ઇન્સેપ્શન બેઠક યોજાશે. બી-20 અંતર્ગત બીજી બેઠક સુરતમાં 13 અને 14 માર્ચના રોજ થશે. એ પછી એન્વાર્યમેન્ટ એન્ડ ક્લાઇમેટ વર્કિંગ ગ્રુપની બીજી બેઠક તથા એનર્જી વર્કિંગ ગ્રુપની બીજી બેઠક ગાંધીનગરમાં મળશે. આ બેઠકો માર્ચ અને એપ્રિલ દરમિયાન યોજાશે.

Published On - 8:30 am, Tue, 7 February 23

Next Article