ગુજરાત રાજ્યમાં પહેલા ગીરની કેસર કેરી, ભાલીયા ઘઉં અને હવે કચ્છની દેશી ખારેકને GI ટેગ એટલે કે જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન મળ્યુ છે. આ પ્રકારે કચ્છી ખારેક ગુજરાતના ફળોની શ્રેણીમાં બીજી અને ખેતપેદાશોની શ્રેણીમાં ત્રીજી એવી પેદાશ બની ગઈ છે જેને GI ટેગ પ્રાપ્ત થયો છે. ખેતીના ભારત રત્ન સમાન જીઆઈ ટેગ સન્માનથી કચ્છના ખેડૂતો ખુશખુશાલ છે.
આ અંગે અભિનંદન પાઠવતા રાજ્યનાકૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની ચેન્નઈ સ્થિત “ઓફિસ ઓફ ધી કંટ્રોલર જનરલ ઓફ પેટર્ન, ડિઝાઇન એન્ડ ટ્રેડ-માર્ક્સ” તરફથી આ માન્યતા અપાઈ છે. 425 વર્ષ પહેલાં કચ્છમાં પહેલી-વહેલી ખારેકની ખેતી મુંદ્રા તાલુકાના ધ્રબની ધરતી પર કરનાર તુર્ક પરિવારોના પ્રતિનિધિ અને પીઢ કિસાન અગ્રણી હુસેનભાઈ તુર્કનું યોગદાન પણ અગત્યનું રહ્યું છે.
કૃષિમંત્રીએ ઉમેર્યુ કે ગુજરાતે ખજૂર ઉગાડનારને શ્રેષ્ઠ તકનીકી જ્ઞાનથી સજ્જ બનાવવાના હેતુથી ઇઝરાયેલના ટેકનિકલ સહયોગ સાથે કચ્છ ખાતે ખજૂર માટે સેન્ટર ઓફ એક્સેલન્સ કેન્દ્રની સ્થાપના કરી છે જે આધુનિક ટેકનોલોજીના નિદર્શન પ્લોટની સુવિધા સાથે કાર્યરત છે. સરકાર ખારેકના નવા વાવેતરને પણ પ્રોત્સાહન આપી રહી છે. જેના કારણે ખેડૂતો ઉચ્ચ ટેકનોલોજીથી ખારેકનું ઉત્પાદન કરશે અને જી. આઇ. ટેગના કારણે ખેડૂતોને સ્પર્ધાત્મક બજારમાં સારા ભાવ મળી શકશે અને કચ્છના ખેડૂતો વધુ સમૃધ્ધ થશે.
GI ટેગ ઉત્પાદનની વિશેષતાઓ જણાવે છે. સરળ શબ્દોમાં સમજીએ તો GI ટેગ જણાવે છે કે કોઈ ચોક્કસ ઉત્પાદન ક્યાં થાય છે અને અથવા તે ક્યાં બનાવવામાં આવે છે. તે ફક્ત તે ઉત્પાદનોને આપવામાં આવે છે જે તેમના પ્રદેશની વિશેષતા ધરાવે છે. સરળ શબ્દોમાં કહીએ તો જીઆઈ ટેગ એ વાતનું પ્રમાણ છે કે જે તે ઉત્પાદન માત્ર તે જગ્યાએ જ થાય છે.
GI નો સંપૂર્ણ અર્થ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન છે. GI ટેગ ઉત્પાદનને તેના મૂળ પ્રદેશ સાથે જોડવા માટે આપવામાં આવે છે. GI ટેગ ઉત્પાદનની વિશેષતાઓ જણાવે છે.
સરળ શબ્દોમાં સમજીએ તો GI ટેગ જણાવે છે કે કોઈ ચોક્કસ ઉત્પાદન ક્યાં થાય છે અને અથવા તે ક્યાં બનાવવામાં આવે છે. તે ફક્ત તે ઉત્પાદનોને આપવામાં આવે છે જે તેમના પ્રદેશની વિશેષતા ધરાવે છે. સરળ શબ્દોમાં કહીએ તો જીઆઈ ટેગ એ વાતનું પ્રમાણ છે કે જે તે ઉત્પાદન માત્ર તે જગ્યાએ જ થાય છે.
આપને જણાવી દઈએ કે જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન (GI ટેગ) એ ઉત્પાદનની વિશેષતા જણાવે છે. આ ટેગ ફક્ત ખેત ઉત્પાદનોને જ આપવામાં આવે છે. જે તે પ્રદેશના વિશેષતા ધરાવતી ખેત પેદાશને આ ટેગ આપવામાં આવે છે. સરળ ભાષામાં જણાવીએ તો આ ટેગ એ ઉત્પાદનોને જ આપવામાં આવે છે જે માત્ર એક ચોક્કસ જગ્યાએ જ થાય છે. જેમકે ગીરની કેસર કેરી, ભાલિયા ઘઉં.
આ ટેગ આપવાની શરૂઆત વર્ષ 2003 થઈ થઈ. સૌપ્રથમ આ ટેગ દાર્જિલિંગની ચાને વર્ષ 2004માં આપવામાં આવ્યો હતો. આ ટેગ ઉત્પાદનની સારી ગુણવત્તાનો માપદંડ છે. આ ટેગ પ્રાપ્ત ઉત્પાદનને દેશમાં તેમજ વિદેશમાં પણ સરળતાથી બજાર મળી રહે છે.