
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કહ્યું કે, ભારત આજે વિશ્વનુ ચોથા નંબરનુ અર્થતંત્ર બની ગયુ છે. જ્યારે પાકિસ્તાનની સ્થિતિ શું છે. પાકિસ્તાનના યુવાનો, બાળકોનુ ભવિષ્યનું શું. તેમણે પાકિસ્તાનની જનતાને ખાસ કરીને યુવાનોને હાંકલ કરતા કહ્યું કે, તમારુ જીવન અંધકારમાં છે. તમારા પાકિસ્તાનની સરકાર અને સેના રૂપિયા કમાવવા માટે આતંકનો વિકાસ કરે છે. આથી મોદીની વાત કાન ખોલીને પાકિસ્તાન સાંભળી લે, તમારી સરકાર અને સેના આતંકવાદને ખુલ્લેઆમ ટેકો આપી રહી છે. રૂપિયા કમાવવાનુ સાધન આતંકવાદ બની ગયું છે. પાકિસ્તાનના યુવાનોએ નક્કી કરવાનું છે કે, સત્તાના ખેલ માટે જે રમત રમાઈ રહી છે તે શુ યોગ્ય છે ?
પાકિસ્તાનના હુકમનારા અને સેના આતંકવાદના પાયામાં વિકસી રહી છે. પાકિસ્તાનની સરકાર અને સેના યુવાનોના જીવનમાં ખતરો પેદા કરે છે. ઉજ્જવળ ભવિષ્યને નષ્ટ કરે છે. આશાસ્પદ યુવાનોના ઉજ્જવળ ભવિષ્યને પાકિસ્તાનની સરકાર અને સેના અંધારામાં ઘકેલી રહી છે. પાકિસ્તાનની આવામ, નવ યુવાનોએ આગળ આવવુ પડશે. સુખ ચેનની જીંદગી જીવો, રોટી ખાવ નહીં તો મારી ગોળી તો છે જ એમ પણ કહ્યું હતું.
આ પહેલા, પીએમ મોદીએ પહેલગામ આતંકી હુમલા બાદ બિહારની જાહેરસભાને કરેલા સંબોધનની વાત કરતા કહ્યું કે, મે બિહારની જાહેરસભામાં જાહેરાત કરી હતી કે, પહેલગામના હુમલાખોરોના આતંકના અડ્ડાઓને માટીમાં મેળવી દઈશ. 15 દિવસ રાહ જોઈ કે પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ કોઈ પગલા લેશે પરંતુ તેમના માટે આતંકવાર રોજીરોટી છે. આથી મે સેનાને છુટો દોર આપ્યો. સટીક વાર કર્યો. આપણી સેનાની તાકાત કેટલી છે તે દુનિયાને બતાવ્યુ. આતંકના અડ્ડાઓને અહીંયા બેઠા બેઠા તહસ નહસ કરી શકીએ છીએ.
ભારતની સૈન્ય કાર્યવાહીથી પાકિસ્તાન કેવી રીતે ગભરાઈ ગયું તેનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 9 તારીખે રાત્રે કચ્છની સરહદે ડ્રોન આવ્યા. એમને એવુ હશે કે ગુજરાત તો મોદીનુ છે ત્યાં હુમલો કરીએ, પણ પાકિસ્તાને 1971ને યાદ કરવા જેવુ હતું. કચ્છની માતા-બહેનોએ 72 કલાકમાં રન-વે બનાવી નાખ્યો હતો અને ભારતે ફરી પાકિસ્તાન પર હુમલાઓ શરૂ કરી દીધા. તેમણે કચ્છની માતા-બહેનોએ આપેલા સિંદૂરનો છોડ હવે પીએમ હાઉસમાં ઉગશે તેમ જણાવ્યું હતું.
Published On - 6:48 pm, Mon, 26 May 25