Kutch : વીજમીટર મુદ્દે હવે ધરતીપુત્રો લડી લેવાના મૂડમાં, જાણો નારાજ ખેડૂતોની શું છે માંગ ?

|

Jun 26, 2022 | 8:26 AM

ધરતીપુત્રો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. અને જો આવનારા સમયમાં મીટરપ્રથા બંધ ન થાય તો મંત્રીઓ-ધારાસભ્યોને ગામમાં પ્રવેશ કરતા અટકાવવા સહિત ઉગ્ર વિરોધ કરવામાં આવશે

Kutch : વીજમીટર મુદ્દે હવે ધરતીપુત્રો લડી લેવાના મૂડમાં, જાણો નારાજ ખેડૂતોની શું છે માંગ ?
Farmer protest

Follow us on

કચ્છમાં (Kutch)  વીજમીટરની નીતિ સામે ખેડૂતોમાં (Farmer) ભારે નારાજગી જોવા મળી રહી છે. કચ્છ જિલ્લાના ખેડૂત અગ્રણીઓ અને હોદ્દેદારોની યોજાયેલી બેઠકમાં કિસાન સંઘ દ્વારા મીટરપ્રથા મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શનની રણનીતિ ઘડવામાં આવી હતી. જેમાં આગામી 4 જુલાઇના રોજ આક્રમક વિરોધ પ્રદર્શન (Protest) તેમજ સામખિયાળીમાં ચક્કાજામની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.ખેડૂતોનો આક્ષેપ છે કે મીટરપ્રથા રદ કરાવવા મુદ્દે છેલ્લા બે વર્ષથી સરકારને(Goverment) સતત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઇ પગલા લેવામાં આવ્યા નથી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે

આથી હવે ધરતીપુત્રો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. અને જો આવનારા સમયમાં મીટરપ્રથા બંધ ન થાય તો મંત્રીઓ-ધારાસભ્યોને ગામમાં પ્રવેશ કરતા અટકાવવા સહિત ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવું ખેડૂત અગ્રણીએ જણાવ્યું હતુ.તમને જણાવી દઈએ કે, થોડા દિવસો અગાઉ ભારતીય કિસાન સંઘની કારોબારીની વિશેષ બેઠક મળી હતી. જેમા ખેતીવાડીમા મીટર પ્રથા નાબુદ કરવાની માંગ સાથે જિલ્લાના તાલુકા મથકોએ કિસાન સંઘ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યુ હતુ.ઉપરાંત સરકાર સમક્ષ રજુઆતો પણ કરવામા આવી હતી પરંતુ પ્રશ્નનો કોઇ ઉકેલ આવ્યો ન આવતા ખેડૂતોમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો છે.

Next Article