બાળકોની ઓનલાઈન ગેમ માવતરને પડશે મોંઘી, OTP વગર પણ ખાતામાંથી પૈસા ઉપડી જશે

|

Oct 09, 2021 | 6:04 PM

Online Games : જો આપનું બાળક સ્માર્ટ ફોનમાં ઓનલાઈન ગેમ રમતું હોય તો આ સમાચાર તમારા માટે મહત્વના છે.

બાળકોની ઓનલાઈન ગેમ માવતરને  પડશે મોંઘી, OTP વગર પણ ખાતામાંથી પૈસા ઉપડી જશે
Children's online game will cost parents dearly, Money will be withdrawn from the account even without OTP

Follow us on

KUTCH : દેશની સાથે ગુજરાતમાં પણ સાઇબર ફ્રોડના ગુન્હાઓ વધ્યા છે અને એક અંદાજ મુજબ 33 ટકા આવા કિસ્સાઓમાં વધારો થયો છે. ત્યારે કચ્છ બોર્ડર રેન્જ કચેરી તરફથી એક જાહેર માહિતી લોક જાગૃતિ માટે જાહેર કરાઇ છે કચ્છ બોર્ડર રેન્જ કચેરીને ફરીયાદ મળેલી કે લોકોના ખાતામાંથી ઓટીપી આવ્યા વગર નાણાં ઉપડી ગયેલ છે. જેથી તેઓના મોબાઇલ ફોન સેટીંગ તેમજ તેમને બેન્ક તરફથી આવેલ મેસેજોનો અભ્યાસ કરતા માલુમ પડેલ કે, તેઓના નાણાં ગુગલ પ્લે-સ્ટોર મારફતે કોઇ ગેમમાં ખર્ચ થયા છે.

આવી ઓનલાઇન ગેમ્સનું સર્વર ભારત બહાર હોવાથી જ્યારે નાણાં ચૂકવાય છે ત્યારે ઓટીપી કે મેસેજ પણ આવતો નથી. જેથી જ્યારે કસ્ટમર તેમના બેન્ક એકાઉન્ટની માહિતી મેળવે છે કે, પાસબુક પ્રિન્ટ કરાવે છે ત્યારે જ ખ્યાલ આવે છે કે તેના નાણાં તેની જાણ બહાર ખર્ચ થઇ ગયેલ છે.

બાળકો ઓનલાઇન શિક્ષણના સમયમાં મોબાઇલ ફોન પર વધુ સમય વ્યતિત કરી રહ્યા છે અને ખાલી સમયમાં ફોનમાં ગેમ ઇન્સ્ટોલ કરી રમે છે. કોઇપણ મોબાઇલ ગેમ રમવી તે કાયદાની દ્રષ્ટીએ ગુનો નથી પરંતુ તે ગેમ કેટલા વર્ષની ઉમરના છોકરાઓ રમી શકે તે બાબત જાણ્યા વિના તે ગેમ રમવાથી બાળકના માનસ પર ગંભીર અસરો પડે છે. આવી ગેમ્સ મોટાભાગે મારધાડ અને ખુનખરાબા વાળી જ હોય છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

ફ્રી ફાયર ગેમ 13 વર્ષથી ઉપરના બાળકો રમી શકે છે તેવી સ્પષ્ટતા તેની વેબસાઇટ પર છે. આથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તરફથી સૌને સૂચિત કરવામાં આવ્યા છે કે, જો આપનું બાળક એવી કોઇપણ ગેમ રમતું હોય જેમાં ઇન-એપ પરચેઝ (in-app purchase) લખેલ હોય તો તે ગેમમાં જ્યારે તમારૂં બાળક ગેમ દરમ્યાન કોઇ ડાયમન્ડ, પાવર ખરીદશે ત્યારે તમારા એકાઉન્ટમાંથી આપોઆપ નાણાં તે ગેમને ચૂકવાઇ જશે અને તમને ઓટીપી પણ નહીં આવે. કારણ કે, આ ચૂકવણું વિદેશમાં થઇ રહેલ છે.

માટે દરેક માતા-પિતાઓએ આ સુચનોનો અમલ કરવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, સરહદી વિભાગ તરફથી જણાવાયુ છે. આપ બાળકને જે મોબાઇલ ફોન આપો છો તે ફોનનો નંબર તમારા બેન્ક એકાઉન્ટ સાથે જોડાયેલ ન હોવો જોઇએ. તે ફોનના પ્લે સ્ટોરમાં જે ઇમેઇલ એડ્રેસ છે તે પણ તમારા બેન્ક એકાઉન્ટ સાથે જોડાયેલ ન હોવું જોઇએ તેમજ પ્લે સ્ટોરના સેટીંગમાં જઇને અવશ્ય ચકાસી લેશો કે તેના પેમેન્ટ ઓપ્શનમાં તમારા કોઇ બેન્ક કાર્ડની વિગતો તો નથી ને?

આપના બાળકને આવી ગેમ્સના ગેરફાયદાઓ વિશે સમજ આપો અને શક્ય હોય ત્યાં સુધી તમારી હાજરીમાં જ તે મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરે તેવી વ્યવસ્થા કરવા પણ જણાવાયુ છે. ઓનલાઇન ગેમ મારફતે આવા ફ્રોડના કિસ્સાઓના અભ્યાસ પરથી કચ્છ બોર્ડર રેન્જ સાઇબર સેલ વિભાગ તરફથી જાહેર માહિતી જનહીતાર્થે જાહેર કરાઇ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કેટલું પૂરું થયું Bullet Train પ્રોજેક્ટનું કામ, જુઓ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના PHOTOS

આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી રઘુ શર્મા બે દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો રાજ્યની ભાજપ સરકાર વિશે શું કહ્યું

 

Published On - 6:02 pm, Sat, 9 October 21

Next Article