Breaking News : ગુજરાત તરફ તીવ્ર ગતિથી વધી રહ્યું સંકટ, Cyclone Biparjoy જખૌ થી માત્ર 200 કિમી દૂર
ગુજરાત તરફ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે વાવાઝોડું. જે હવે જખૌના દરિયાકાંઠેથી 220 કિમી દૂર છે. દ્વારકાથી 230 અને નલિયાથી 240 કિલોમીટર દૂર છે. જ્યારે પોરબંદરથી 300 કિલોમીટર દૂર છે. બિપરજોય વાવાઝોડુ 6 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના તમામ સ્થળો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આજે સાંજે જખૌ બંદર પરથી પસાર થશે ‘બિપરજોય’ વાવાઝોડું
Cyclone Biporjoy : ગુજરાતમાં તોળાઈ રહેલા સંભવિત સંકટના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. તેવામાં બિપરજોય વાવાઝોડું જખૌના દરિયાકાંઠેથી 200 કિમી દૂર છે. દ્વારકાથી 220 અને નલિયાથી 225 કિલોમીટર દૂર છે. જ્યારે પોરબંદરથી 390 કિલોમીટર દૂર છે. બિપરજોય વાવાઝોડુ 5 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. તો પાકિસ્તાનથી 290 કિમી દૂર છે.
ગુજરાતના દરિયાકાંઠાના તમામ સ્થળો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આજે સાંજે જખૌ બંદર પરથી પસાર થશે ‘બિપરજોય’ વાવાઝોડું.16 જૂને જામનગર, દ્વારકા, કચ્છમાં 125થી 135 કિમી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તો કચ્છમાં NDRFની કુલ 6 ટીમો તૈનાત કરવામાં આવી છે. જ્યારે કચ્છ જિલ્લાના 131 ગામોમાં અંધારપટ છવાયો છે. વાવાઝોડાથી ભયગ્રસ્ત કચ્છ, સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં નવા 242 ગામોમાં વીજળી પુરવઠો ખોરવાયો છે.
CM ભૂપેન્દ્ર પટેલે દરિયાકાંઠાના 164 ગામોનો કર્યો સીધો સંપર્ક
તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાવાઝોડાથી સંભવિત પ્રભાવિત થનારા દરિયાકિનારાના ગામડાઓ સાથે સીધો સંપર્ક કરી સ્થિતિ અંગે માહિતી મેળવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ ડેશબોર્ડના માધ્યમથી દરિયાકાંઠાના 164 ગામોનો સંપર્ક કર્યો. મુખ્યમંત્રી દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ અને ગીર સોમનાથ જિલ્લાના સરપંચો સાથે વાતચીત કરી તેમને સ્થળાંતર અંગેની તથા વાવાઝોડા સામે સાવચેતીની સમજ આપી. સાથે જ સીએમે અસરગ્રસ્ત ગામોમાં સંદેશા વ્યવહાર જળવાઇ રહે એ માટે કલેક્ટરોને પણ સૂચના આપી.
સી.એમ. ડેશબોર્ડ દ્વારા બિપોરજોય વાવાઝોડાની સંભવિત આપત્તિને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાથી 0 થી 5 તથા 5 થી 10 કિ.મી. વિસ્તારના 164 ગામોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સરપંચોને સ્થળાંતર અંગેની તથા વાવાઝોડા સામે સાવચેતીની સમજ આપવામાં આવી હતી
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો