Kutch : ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો, રેક્ટર પર 3.0 ની તીવ્રતા નોંધાઈ

|

Jun 14, 2022 | 11:45 AM

Earthquake : કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે,રિક્ટર સ્કેલ પર 3.0ની તીવ્રતા નોંધાઈ છે.

Kutch : ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો, રેક્ટર પર 3.0 ની તીવ્રતા નોંધાઈ
Earthquake in Kutch

Follow us on

Earthquake : 2001 પછી કચ્છમાં(Kutch) નાના ભૂકંપ સામાન્ય બની ગયા હોવા છતાં પણ છેલ્લા બે મહિનામાં મોટાભાગે ભચાઉ અને રાપરની (Rapar) નજીક ઓછામાં ઓછા પાંચ હળવા આંચકા અનુભવાયા છે જેને અવગણી શકાય તેમ નથી. ત્યારે ગઈ કાલે મોડીરાત્રે ભુકંપનો આંચકો અનૂભવાયો હતો. જેમાં રિક્ટર સ્કેલ પર 3.0 ની તીવ્રતા નોંધાઈ છે. મળતી માહિતી મુજબ કેન્દ્રબિંદુ ભચાઉથી 14 કિ.મી દુર નોંધાયુ છે.

જાણો શા માટે વારંવાર કચ્છમાં આવે છે ભૂકંપ ?

વાંરવાર કચ્છમાં ભૂકંપ (Earthquake) આવે છે,ત્યારે શું તમે ક્યારેય વિચાર્યુ છે કે કચ્છમાં છેલ્લા 20 વર્ષથી સતત ભૂકંપના આંચકા કેમ અનુભવાઈ રહ્યા છે. કચ્છ યૂનિવર્સિટીના સંશોધન મુજબ આ પાછળનું મુખ્ય કારણ એ છે કે, કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે.જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે 2001ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ આવે છે.

જેતે સમયે ભૂકંપ આવ્યો ત્યારે જમીનમાં ભંગાણ સર્જાયું, જેના કારણે 6 મીટર જેટલી બે પ્લેટો સામસામે અથડાતા 75 કિલોમીટર સુધી પ્લેટો તૂટી ગઈ હતી.પ્લેટોની નુકસાની આજસુધી યથાવત રહેતા આ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવતા રહે છે. કચ્છ જેવી જ ફોલ્ટલાઈન હિમાલયમાં એક્ટિવ કચ્છમાં જે પ્રકારની ફોલ્ટલાઈન એક્ટિવ છે.એવી જ MCT નામની ફોલ્ટલાઈન હિમાલયની તળેટીમાં પણ એિક્ટવ જેમાં પણ સમયાંતરે ભૂકંપના તીવ્રતાના આંચકા અનુભવાતા રહે છે.

Published On - 11:43 am, Tue, 14 June 22

Next Article