VIDEO: લમ્પીના કહેર વચ્ચે ભુજ નગરપાલિકાની ઘોર બેદરકારી,જ્યાં જુઓ ત્યાં મૃત પશુનો ખડકલો !

|

Jul 31, 2022 | 12:09 PM

મુન્દ્રા બાદ ભુજમાં લમ્પી વાયરસને (Lumpy virus case) કારણે અનેક પશુના મોત થયા છે.તો બીજી તરફ પાલિકાની બેદરકારીને કારણે નાગોર (Nagor)  રોડ પર ડમ્પિંગ સાઇટ પર મૃત ગાયોના ખડકલા જોવા મળી રહ્યાં છે.

VIDEO: લમ્પીના કહેર વચ્ચે ભુજ નગરપાલિકાની ઘોર બેદરકારી,જ્યાં જુઓ ત્યાં મૃત પશુનો ખડકલો !
Lumpy Virus

Follow us on

રાજ્યભરમાં લમ્પી વાયરસને (Lumpy Virus) કારણે અસંખ્ય પશુ મોતને ભેટી રહ્યાં છે. ત્યારે લમ્પીના કહેર વચ્ચે કચ્છમાં (Kutch)  ભુજ પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. મુન્દ્રા બાદ ભુજમાં લમ્પી વાયરસને (Lumpy virus case) કારણે અનેક પશુના મોત થયા છે.તો બીજી તરફ પાલિકાની બેદરકારીને કારણે નાગોર (Nagor)  રોડ પર ડમ્પિંગ સાઇટ પર મૃત ગાયોના ખડકલા જોવા મળી રહ્યાં છે.વિપક્ષનો આક્ષેપ છે કે અસંખ્ય ગાયોના (Cow) મૃતદેહ ખુલ્લામાં ફેંકી દેવાયા છે.જેને લઇ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.એટલું જ નહીં લોકોના આરોગ્ય પર ખરાબ અસર પડી રહી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.તો સાથે સાથે મૃત પશુના યોગ્ય નિકાલની માગ કરી છે.

ભુજ નગરપાલિકાની પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

તો બીજી તરફ ભુજ નગરપાલિકાની પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા અને કહ્યું કે વીડિયોમાં જે મૃત પશુનો ખડકલો દેખાઇ રહ્યો છે તેમાં કોઇ તથ્ય નથી.સાથે જ દાવો કર્યો કે નાગોર રોડ પર ખાડા કરી પશુના નિકાલની કામગીરી હાથ ધરાઇ છે.બે ટન મીઠાના ઉપયોગ સાથે કાર્યવાહી ચાલુ છે.

Published On - 12:08 pm, Sun, 31 July 22

Next Article