KUTCH : સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એરમાર્શલ વિક્રમ સિંઘે એર ફોર્સ સ્ટેશન નલિયાની મુલાકાત લીધી

|

Nov 17, 2021 | 6:09 PM

એર માર્શલ વિક્રમસિંઘે બેઝના વિવિધ ઓપરેશનલ ઇન્સ્ટોલેશનનું નિરીક્ષણ કર્યુ હતું અને રાષ્ટ્રના આકાશનું રક્ષણ કરવામાં અગ્રણી એરફોર્સ બેઝ દ્વારા અદા કરવામાં આવતી ભૂમિકાની પ્રશંસા કરી હતી.

KUTCH : સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એરમાર્શલ વિક્રમ સિંઘે એર ફોર્સ સ્ટેશન નલિયાની મુલાકાત લીધી
AOC-IN-C Vikram Singh'S SWAC VISITS AFS NALIYA

Follow us on

KUTCH : સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંઘે 16 નવેમ્બર, 2021ના રોજ એરફોર્સ સ્ટેશન નલિયાની મુલાકાત લીધી હતી. બેઝના સ્ટેશન કમાન્ડર ગ્રૂપ કેપ્ટન મોહિત સિસોદિયાએ તેમનું સ્વાગત કર્યુ હતું.

એર માર્શલને વર્તમાન ઓપરેશનલ તૈયારીઓ, પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને સ્ટેશનની તૈયારી અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમણે બેઝના વિવિધ ઓપરેશનલ ઇન્સ્ટોલેશનનું નિરીક્ષણ કર્યુ હતું અને રાષ્ટ્રના આકાશનું રક્ષણ કરવામાં અગ્રણી એરફોર્સ બેઝ દ્વારા અદા કરવામાં આવતી ભૂમિકાની પ્રશંસા કરી હતી. બાદમાં એર માર્શલ દ્વારા એરફોર્સ સ્ટેશન, નલિયા ખાતે નવા બાંધવામાં આવેલા ઓફિસર મેસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

એર માર્શલે જટિલ ઓપરેશનલ સમસ્યાઓના સંચાલનમાં અભૂતપૂર્વ ક્ષમતા દર્શાવવા બદલ તમામ જવાનોના સુગ્રથિત પ્રયત્નોની પ્રશંસા કરી હતી. તેમણે તમામ પાસાંઓમાં શ્રેષ્ઠ કાર્યક્ષમતા દર્શાવવાની સાથે સાથે જવાનોને હંમેશા ઊચ્ચ એરોસ્પેસ સલામતી માપદંડો સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ પણ વાંચો : વડોદરામાં વલસાડની યુવતી પર દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં મોટા સમાચાર, રેલ્વે પોલીસે ફરિયાદ દાખલ કરી

આ પણ વાંચો : SURAT : પત્ની પર અત્યાચારની હદ, લફરાબાજ પતિને સામાજિક કાર્યકર મહિલાએ જાહેરમાં મેથીપાક ચખાડયો, વીડિયો ખૂબ વાયરલ

Next Article