ગુજરાત ATS અને ઈન્ડિયન કોસ્ટગાર્ડને જોઈને પાકિસ્તાનીઓએ ડ્રગ્સનો જથ્થો મધદરિયે ફેંક્યો, જાણો પછી શું થયું

|

Jun 04, 2022 | 11:13 AM

ગુજરાત ATS અને ઈન્ડિયન કોસ્ટગાર્ડે (Indian coast guard) સંયુક્ત ઓપરેશન હાથધરી આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી બોટ સાથે 7 પાકિસ્તાનની ધરપકડ કરી હતી અને વધુ પૂછપરછ માટે સાતેય પાકિસ્તાનને અમદાવાદ લાવવામાં આવ્યા છે.

ગુજરાત ATS અને ઈન્ડિયન કોસ્ટગાર્ડને જોઈને પાકિસ્તાનીઓએ ડ્રગ્સનો જથ્થો મધદરિયે ફેંક્યો, જાણો પછી શું થયું
Gujarat ATS and Indian Coast Guard nabbed 7 Pakistanis

Follow us on

ગુજરાત ATS (GUJARAT ATS) અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે (Indian coast guard) હાથ ધરેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન સાત પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે જે બોટ ઝડપી લેવામાં આવી છે. તેનો માલિક મોહમ્મદ વસીમ નામનો વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે અને આ બોટનો વપરાશ રાહિબ તેમજ શહાબ નામના વ્યક્તિ કરતા હતા. તેમજ શહાબના કહેવાથી રાહિબે ડ્રગ્સનો જથ્થો ભારતીય જળસીમામાં ઠાલવવાનો હતો. સાથે જ ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ભારતીય જળસીમામાં જ આ લોકો ડ્રગ્સ ડિલીવરી કરનારા લોકોનો સંપર્ક સાધવાના હતા, પરંતુ કોસ્ટ ગાર્ડ અને સુરક્ષા એજન્સીઓને જોઈને આરોપીઓએ ડ્રગ્સનો જથ્થાનો દરિયામાં નિકાલ કરી દીધો હતો.

ગુજરાત ATS અને ઈન્ડિયન કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથધરી આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી બોટ સાથે 7 પાકિસ્તાનની ધરપકડ કરી હતી અને વધુ પૂછપરછ માટે સાતેય પાકિસ્તાનીને અમદાવાદ લાવવામાં આવ્યા છે. અમદાવાદમાં  આ લોકોની વધુ પૂછપરછ હાથ ધરાશે, ત્યારે બોટ માલિક અંગેની વધુ માહિતી અને પાકિસ્તાન કનેક્શન તેમજ ભારતમાં ક્યા ડ્રગ્સ પહોચાડવાનું હતું. તે અંગેની વધારે માહિતી પ્રાપ્ત થઈ શકશે.

નોંધનીય છે કે  કચ્છમાં અગાઉ પણ મુન્દ્રા બંદર ખાતે  મીઠાની આડમાં કોકોઇનનો જથ્થો ઝડપાયો હતો. એક અઠવાડિયા અગાઉ કચ્છના (Kutch) મુદ્રા પોર્ટ ઉપરથી મીઠાની આડમાં 52 કિલોગ્રામનું  500 કરોડ રૂપિયાનું  કોકેઇન (Drugs) મળી આવ્યું હતું. આ કેસમાં  ડીઆરઆઇએ (DRI) ત્રીજા આરોપી મોહમ્મદ હાદી શેખને એ કેરળથી ઝડપી પાડ્યો હતો.  આ આરોપી અગાઉ ડીઆરઆઇને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. જેને ડીઆરઆઇ દ્વારા ફરીથી ઝડપી લેવામાં આવ્યો હતો અને આ આરોપીને 3 મેના  રોજ વહેલી સવારે 4:15 વાગ્યે સ્પેશ્યલ NDPS કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અગાઉ બે આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

એક અઠવાડિયા અગાઉ કચ્છના મુદ્રા બંદર ખાતેથી એક કન્ટેનરની તપાસમાં 52 કિલો કોકેઇન મળી આવ્યું હતું.  આ કોકેઇનના સેમ્પલને પરીક્ષણ માટે FSLમાં મોકલવામાં આવ્યા હતા.  જેમાંથી કોકેઇન મળી આવ્યું તે  કન્ટેનર દુબઈથી આવ્યું હતું. ડીઆરઆઈને તપાસ દરમિયાન  આ જથ્થો મળી આવ્યો હતો. ત્યાર બાદ આ મામલે  DRIએ વધુ તપાસ હાથ ધરી હતી. મીઠાની આડમાં ડ્રગ્સનો જથ્થો મળી આવતા એવી શંકા ઉભી થઈ હતી કે મહીંથી મોટા પાયે ડ્રગ્સની હેરફેર થતી હશે. આથી આ દિશામાં તપાસ કરતા  બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને ત્રીજા આરોપીને પણ આજે  રજૂ કરવાાં આવ્યો હતો.

અગાઉ એપ્રિલ મહિનામાં પણ  ગુજરાત ATS અને DRIની સંયુક્ત ટીમોએ કંડલા પોર્ટ પરથી 250 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.

Published On - 10:15 am, Sat, 4 June 22

Next Article