Kachch News: પંજાબના આધેડની દોઢ વર્ષ પરિવારની જેમ સારવાર કરી ભુજની હોસ્પિટલે વતન પહોંચાડ્યા

|

Jul 09, 2021 | 7:29 PM

અજાણ્યા દર્દી સમજી અવગણવાના બદલે તુરંત હોસ્પિટલનો સ્ટાફે ખુદ વાલીની ભૂમિકામાં આવી ગયો

Kachch News: પંજાબના આધેડની દોઢ વર્ષ પરિવારની જેમ સારવાર કરી ભુજની હોસ્પિટલે વતન પહોંચાડ્યા
Bhuj Hospital's Example of Humanity

Follow us on

Kachch News: 16 માસ પૂર્વે 1 લી એપ્રિલ 2020ના રોજ 108 મારફતે 56 વર્ષની વયના આધેડને ભુજ(Bhuj)ની અદાણી સંચાલીત હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેનું કોઈ વારસ નહોતું. તેથી હોસ્પિટલમાં અજ્ઞાત વ્યક્તિ તરીકે તેને દાખલ કરી સારવાર આપવાની શરૂઆત કરાઇ. શરીર અશક્ત હતું, બી.પી. તો હતું જ સાથે પેરાલિસિસનો હળવો એટેક પણ આવ્યો હોય તેવુ મેડીકલ તપાસણી દરમ્યાન ખુલ્યુ.

અજાણ્યા દર્દી સમજી અવગણવાના બદલે તુરંત હોસ્પિટલના સ્ટાફે ખુદ વાલીની ભૂમિકામાં આવી ગઈ. દર્દીના તમામ રિપોર્ટ કરવામાં આવ્યા. કોરોનાના લક્ષણો ન હતા છ્તા જરૂરી ટેસ્ટ કરાવી એટલું જ નહીં તે બોલી ચાલી શકતો ન હોવાથી તેના શારીરિક લક્ષણો ઉપરથી જરૂરી તમામ રિપોર્ટ તૈયાર કરી તેને સારવાર આપવાની શરૂ કરી જે બહુ લાંબા સમય સુધી ચાલી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દરમિયાન તેને ખવડાવાની, નવડાવવાની, દવા આપવાની તમામ જવાબદારી હોસ્પિટલના સ્ટાફે નિભાવી. એટલું જ નહીં ફિઝિયોથેરાપી વિભાગમાં તેને નિયમિત કસરત કરાવાતી. અંતે તે અસ્પષ્ટ બોલતા અને સાંકેતિક ભાષામાં વાત કરતો થયા. પ્રથમ દ્રષ્ટિએ તે પંજાબી જાણતા અહીના પંજાબી સિક્યુરિટી સ્ટાફની મદદથી તેમજ અન્ય આધારે તેનું નામ મલ્કિતસિંઘ પાલસિંઘ જાણવા મળ્યું.

લાંબા સમય સુધી હોસ્પિટલમાં અજાણી વ્યક્તિ કાયમ રાખી ન શકાય. તેથી સિક્યુરિટી વિભાગ દ્વારા જુદી જુદી સંસ્થાનો સંપર્ક કર્યો પણ ભાષાના પ્રશ્નો હોવાથી મુશ્કેલી ઊભી થઈ. દરમિયાન સોશિયલ મીડિયા મારફતે પંજાબના લુધિયાણા જિલ્લાના સરભા વિસ્તારના ગુરુ અમરદાસ અપાહાજ આશ્રમ તેને સ્વીકારવા તૈયાર થયો. જેથી ભુજની મોહમ્મદી ચેરિટેબલ ટ્રસ્ટની મદદથી વાહન મારફતે તેના માદરે વતન તેને પહોંચાડવાનું બીડું ઝડપ્યું અને દોઢ વર્ષે તે તેના વતન પહોંચી શક્યા

Published On - 7:25 pm, Fri, 9 July 21

Next Article