Weather update: ધીરે ધીરે જમાવટ કરી રહ્યો છે શિયાળો, ખેડા, મહિસાગર, જૂનાગઢમાં મોડી રાત્રે થશે ઠંડીનો અનુભવ

|

Oct 31, 2022 | 6:47 AM

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે  નજીકના દિવસોમાં ઠંડીનું  પ્રમાણ વધી શકે છે.   અમદાવાદમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થશે ત્યારે રાત્રે હળવી ઠંડીનો અનુભવ થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

Weather update: ધીરે ધીરે જમાવટ કરી રહ્યો છે શિયાળો, ખેડા, મહિસાગર, જૂનાગઢમાં મોડી રાત્રે થશે ઠંડીનો અનુભવ
Gujarat Weather

Follow us on

રાજ્યમાં ધીરે ધીરે શિયાળો જમાવટ કરી રહ્યો છે ત્યારે મોડી સાંજથી ઠંડા પવનોને કારણે ઠંડી લાગી રહી છે. દિવસ દરમિયાન બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શકયતા છે.  ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે  નજીકના દિવસોમાં ઠંડીનું  પ્રમાણ વધી શકે છે.   અમદાવાદમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થશે ત્યારે રાત્રે હળવી ઠંડીનો અનુભવ થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 26 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અનુભવાશે.

દાહોદ જિલ્લામાં સાંજથી જ શિયાળાનો અનુભવ થશે અને રાત્રે તાપમાન 23 ડિગ્રી થશે. તો મહત્તમ તાપમાન 31 ડિગ્રી અનુભવાશે. તેના કારણે સાંજથી શિયાળા જેવી ઠંડક અનુભવાશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપામાન 33 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી થશે જેના લીધે મોડી રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે.

સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 23 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે.

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અનુભવાશે. સાંજથી પાટનગરમાં હરિયાળીના વાતાવરણ વચ્ચે વધારે ઠંડક અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે.

મહિસાગરમાં રાત્રે રહેશે ઠંડીનો માહોલ

મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો કચ્છમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 25 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે.

જ્યારે સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે વડોદરામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપામન 33 ડિગ્રી રહેશે. તેમજ લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે તાપીમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન 25 ડિગ્રી રહેતા બેવડી ઋતુનો અનુભવ થશે.

Next Article