રાજ્યભરમાં વાદળછાયા વાતાવરણ સાથે રહેશે વરસાદી માહોલ, જાણો કેવું રહેશે તમારા શહેરનું હવામાન?

|

Aug 04, 2022 | 8:58 PM

હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદ જિલ્લામાં વરસાદની તમામ શક્યાતા વ્યક્ત કરવામાં આવી છે. તો અરવલ્લી અને બનાસકાંઠા તેમજ ભરૂચમાં પણ મધ્યમથી ભારે ઝાપટાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યભરમાં વાદળછાયા વાતાવરણ સાથે રહેશે વરસાદી માહોલ, જાણો કેવું રહેશે તમારા શહેરનું હવામાન?

Follow us on

છેલ્લા બે દિવસથી વરસાદની આગાહી (Rain forecast) વચ્ચે આવતીકાલે પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ  (IMD) દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદ જિલ્લામાં વરસાદની તમામ શકયતા વ્યક્ત કરવામાં આવી છે. તો અરવલ્લી (Arvalli) અને બનાસકાંઠા તેમજ ભરૂચમાં પણ મધ્યમથી ભારે ઝાપટાની આગાહી કરવામાં આવી છે. ત્યારે  ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા બે દિવસ દરમિયાન વિરામ બાદ વરસાદ પડવાની શરૂઆ થઈ હતી. આવતીકાલે વલસાડ, અમદાવાદ, વડોદરા, ડાંગ, તાપી સહિત વિવિધ જિલ્લામાં  વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદમાં રહેશે વરસાદી માહોલ

અમદાવાદની વાત કરીએ તો જિલ્લામાં 90 ટકા ભેજ સાથે મહત્તમ તાપમાન 31 ડિગ્રી તો ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે અમરેલીમાં વરસાદની શકયતા 70 ટ કા જેટલી વ્યક્ત કરવામાં આવી છે તો અહીં મહત્તમ તાપમાન 30 ડિગ્રી જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે આણંદમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. અહીં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની શક્યતા 90 ટકા જેટલી છે. તો બનાસકાંઠામાં 90 ટકા ભેજ સાથે મહત્તમ તાપમાન 30 ડિગ્રી ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. વરસાદની શકયતા અહીં 80 ટકા જેટલી છે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે અને વરસાદની શકયતા 90 ટકા જેટલી છે.

ભાવનગરમાં રહેશે વરસાદી માહોલ

ભાવનગરમાં આજે સાંજે વરસાદી ઝાપટાં પડવાની શરૂઆત થઈ હતી. તો આવતીકાલે પણ અહીં વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. અને શહેરનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે તો ભેજનું પ્રમાણ 88 ટકા જેલું રહેતા બફારો પણ અનુભવાશે. છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે વરસાદની શક્યતા 80 ટકા જેટલી છે. તો દાહોદમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે, જ્યારે વરસાદની શક્યતા 80 ટકા જેટલી છે. તો ગુજરાતના ચેરાપૂંજી ડાંગમાં વરસાદની શકયતા 90 ટકા જેટલી છે. અને ડાંગનું મહત્તમ તાપમાન 27 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

જૂનાગઢમાં રહેશે વાદળછાયું વાતાવરણ

સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો વરસાદની શકયતા 70 ટકા જેટલી છે જ્યારે ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો વરસાદની શકયતા 50 ટકા જેટલી છે. જ્યારે જૂનાગઢમાં વરસાદની શકયતા 50 ટકા જેટલી છે અને એ શહેરનું વાતાવરણ વાદળછાયું રહેશે. તો મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો ભેજનું પ્રમાણ 80 ટકા જેટલું રહેશે. જ્યારે ગાંધીનગરમાં વરસાદની સંપૂણ શકયતા છે અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

કચ્છમાં ભારેથી હળવા ઝાપટાંની શકયતા

કચ્છ જિલ્લામાં 80 ટકા ભેજ સાથે મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે ખેડામાં વરસાદની સંપૂર્ણ શકયતા છે અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો મહિસાગરમાં પણ વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેમજ વાતાવરણ વાદળછાયું રહેશે. જ્યારે મહેસાણામાં પણ ભારે ઝાપટાં પડવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. તો શહેરનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે મોરબીમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

પાટણવાસીઓ માણી શકશે વરસાદની મજા

દક્ષિણ ગુજરાતમાં નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.અને વરસાદની સંપૂણ શકયતા છે. જ્યારે નવસારીમાં પણ ભારે વરસાદની શકયતા છે અહીં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો ભેજનું પ્રમાણ 89 ટકા જેટલું રહેશે. તો પંચમહાલમાં પણ ભારે વરસાદ થઈ શકે છે અહીં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે પાટણમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. અને હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.

પોરબંદરમાં રહેશે વાદળછાયું વાતાવરણ

પોરંબદરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે અને વરસાદની શકયતા આંશિક છે. તો રાજકોટમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે અને હળવાથી ભારે ઝપટાં પડી શકે છે. જ્યારે સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

સુરત, તાપી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની ભરપૂર શકયતા

સુરતમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે જ્યારે વરસાદની શકયતા 80 ટ કા જેટલી છે જ્યારે સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે તાપીમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે તેમજ વરસાદની સંપૂર્ણ શકયતા છે તો વડોદરામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે તો વરસાદની શકયતા 90 ટકા જેટલી છે જ્યારે વલસાડમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે તેમજ ભારે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.

Next Article