સોમવતી અમાસ નિમીત્તે ભવનાથમાં ઉમટ્યા હજારો ભાવિક, દામોદર કુંડમાં લગાવી આસ્થાની ડૂબકી- Video
હિંદુ ધર્મમાં ભાદરવી અમાસનું અનેરુ મહત્વ છે. આ દિવસે જેમાં પિતૃઓનો વાસ રહેલો છે એવા પીપળાનું પૂજન કરે છે પીપળાને પાણી રેડે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાનનું પણ અનેરુ મહત્વ છે. ત્યારે જુનાગઢના દામોદરકુંડ ખાતે હજારો ભાવિકો પવિત્ર કુંડમાં આસ્થાના ડૂબકી લગાવવા પહોંચ્યા હતા.
જપ, તપ અને ઉત્સવના ત્રિવેણી સંગમ સમા શ્રાવણ માસની આજથી પૂર્ણાહુતિ થઈ રહી છે. શ્રાવણના પાંચમાં સોમવારે સોમવતી અમાસ સાથે જ શ્રાવણ માસનું સમાપન થઈ રહ્યુ છે. શ્રાવણનો છેલ્લા સોમવાર અને ભાદરવી અમાસે પવિત્ર નદીઓના સ્નાન અને દાનનો મહિમા છે. આ દિવસે પિતૃપૂજન પણ કરવામાં આવે છે.
સોમવતી અમાસ નિમીત્રે જુનાગઢમાં ભવનાથમાં દામોદર કુંડમાં હજારો ભાવિકો દર્શનાર્થે આવ્યા હતા. આજે સોમવતી અમાસનો પવિત્ર સંયોગ સર્જાયો છે ત્યારે ધાર્મિક મહત્વ ધરાવતા જુનાગઢના પવિત્ર દામોદર કુંડમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પિતૃતર્પણ માટે આવ્યા હતા. અમાસ નિમીત્તે દામોદર કુંડમાં સ્નાન કરવાનુ વિશેષ મહત્વ રહેલુ છે. ત્યારે મોટી સંખ્યામાં ભાવિકોએ દામોદર કુંડમાં સ્નાન કરી પૂણ્યનું ભાથુ બાંધ્યુ હતુ.