છેલ્લા 7 વર્ષથી ગુમ માંગરોળનો યુવાન મુંબઈથી મળી આવ્યો, જાણો મુંબઈમાં કોની સાથે રહેતો હતો
માંગરોળના શેરીયાજ ગામનો યુવાન ડોક્ટર મોહિત મકવાણા સુરેન્દ્રનગર ખાતે જે.સી.યુ.શાહ મેડિકલ કોલેજ ખાતે 2014માં MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને છેલ્લા સેમિસ્ટરમાં ફેલ થતાં તેને લાગી આવ્યુ અને સુરેદ્રનગરથી મુંબઈ ચાલ્યો ગયો હતો.
JUNAGADH : તમારૂ કોઇ સ્વજન વર્ષોથી ગુમ હોય, તેનો કોઇ અતો પતો ન હોય, અને અચાનક સાતેક વર્ષ બાદ તે ઘરે આવે તો પરિવારમાં હરખ અને હેલી થાય અને સાથે ઉત્સવ જેવો માહોલ થઇ જાય. આવુ જ થયું છે જૂનાગઢના માંગરોળના એક પરિવાર સાથે.સાત વર્ષ પહેલા માંગરોળના શેરીયાજ ગામનો યુવાન ડોક્ટર મોહિત મકવાણા સુરેન્દ્રનગર ખાતે જે.સી.યુ.શાહ મેડિકલ કોલેજ ખાતે 2014માં MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને છેલ્લા સેમિસ્ટરમાં ફેલ થતાં તેને લાગી આવ્યુ અને સુરેદ્રનગરથી મુંબઈ ચાલ્યો ગયો હતો.
મુંબઇમાં તે વાગલી ગામના મુસ્લિમ પરિવાર સલીમ શેખના ત્યાં રહેતો હતો. મુસ્લિમ પરિવારમાં કોઇ બાળક ન હોવાથી આ યુવકને તેઓ પોતાના પુત્રની જેમ રાખતા હતા. જો કે ગુજરાત અને મુંબઇ પોલીસની મદદથી આ યુવાનનો શોધી કઢાયો.. બેંક એકાઉન્ટ અને મોબાઇલ ડિટેલના આધારે યુવાન મળી આવ્યો છે. યુવાન અચાનક ગુમ થતા તેના માતા પિતાએ કોઇપણ તહેવાર ન ઉજવવાની અને ચપ્પલ ન પહેરવાની બાધા રાખી હતી. પણ હવે યુવાન મળી આવતા તેમના પરિવારમાં તહેવાર જેવો માહોલ થયો છે.. પરિવારજનોએ યુવાનને શોધી કાઢનારી પોલીસનો આભાર માન્યો, અને પોલીસનું સન્માન પણ કર્યુ.
આ પણ વાંચો : ગુજરાત રાજ્યની ટીબી મુકત ગુજરાત તરફ આગેકુચ, 23 સપ્ટેમ્બરના રોજ રેકોર્ડ બ્રેક 1717 ટીબીના દર્દીઓ શોધાયા
આ પણ વાંચો : GUJARAT : અમેરિકા અને કેનેડામાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો, જાણો કેટલા વિદ્યાર્થીઓ વિદેશ જશે ?