ફોરેસ્ટ ગાર્ડ હડતાળ ઉપર, હવે SRPFના જવાનો કરશે સાવજની રખેવાળી

|

Sep 12, 2022 | 12:45 PM

જૂનાગઢ વન વિભાગના CCF આરાધના શાહુએ જણાવ્યું હતું કે હાલમાં પોલીસ જવાનોની સિંહના રહેઠાણ વિસ્તારમાં તેમને ડ્યૂટી ગોઠવાઈ ગઈ છે. આ ટીમ જંગલ વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષાની કામગીરી સંભાળશે.

ફોરેસ્ટ ગાર્ડ હડતાળ ઉપર, હવે SRPFના જવાનો કરશે સાવજની રખેવાળી
SRPF in Gir forest

Follow us on

હાલમાં ગીરના જંગલમાં  (Gir Forest) ફોરેસ્ટ ગાર્ડ હડતાળ ઉપર ઉતર્યા છે ત્યારે ત્યારે જંગલમાં સાવજો (Lion) અને અન્ય વન્ય પ્રાણીઓની સુરક્ષાના મોટા સવાલો ઉભા થયા છે આથી હંગામી ધોરણે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ફોરેસ્ટ ગાર્ડ, (Forest Guard) વનપાલોની હડતાળ દરમિયાન SRPFના જવાનોને સિંહ સંરક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે. જૂનાગઢમાં હવે પોલીસને  ગીરના  સિંહની સુરક્ષાની જવાબદારી પ્રથમવાર સોંપવામાં આવી છે. વનપાલો હડતાળ ઉપર ઉતરતા વન વિભાગે પોલીસની મદદ માગી હતી જે અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા SRPF પોલીસની બે ટીમ ફાળવવામાં આવી છે. આ જવાનો 16 સપ્ટેમ્બર સુધી વન વિભાગમાં ફરજ બજાવશે.

જંગલમાં હવે પોલીસ સિંહની સુરક્ષા કરશે

જૂનાગઢ વન વિભાગના CCF આરાધના શાહુએ જણાવ્યું હતું કે હાલમાં પોલીસ જવાનોની સિંહના રહેઠાણ વિસ્તારમાં તેમને ડ્યૂટી ગોઠવાઈ ગઈ છે. આ ટીમ જંગલ વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષાની કામગીરી સંભાળશે. ધારી ગીરપુર્વ વનવિભાગ ઉપરાંત પાલિતાણા શેત્રુંજય ડિવીઝન સહિતની રેંજમાં તેમજ જંગલ વિસ્તારમાં સમાવેશ પામતા વિવિધ ચેકપોસ્ટ, નાકાઓ અને કી પેાઇન્ટ પર ફરજમાં તૈનાત કરવામાં આવ્યા છે અત્યારની સ્થિતિમાં વનકર્મચારીઓ ફરજ પર નથી ત્યારે એસઆરપીના આ જવાનો તેમના સ્થાને ફરજ બજાવશે.

વનપાલો  વેતનની માંગણી મુદ્દે હડતાળ પર

ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળ દ્વારા કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે ગત 23મી ઓગસ્ટના દિવસે મંડળ દ્વારા પ્રશ્નોનો નિકાલ ન આવે તો અચોક્કસ મુદતની રજા પર જવાની જાણ કરી હતી.  તે અંતર્ગત રાજયના  વન પાલો હડતાળ ઉપર ઉતર્યા છે. વનવિભાગના કર્મચારીઓએ પણ હવે ગ્રેડ પેમાં વધારાની માગ કરી છે, જેના પગલે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી હડતાળ કરી રહ્યા છે, પરંતુ આ કર્મચારીઓની હડતાલના કારણે જંગલોની સુરક્ષા ઉપર સવાલ ઊભા થાય તેમ છે જેના કારણે આ પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી જનગલોની સુરક્ષા હવે SRPને સોંપવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

SRPFને  વન્ય પ્રાણીઓની  સુરક્ષાનો નથી અનુભવ

વન વિભાગે SRPFની  મદદ માંગી છે  પરંતુ  સૌથી મોટી સમસ્યા એ  છે કે એસઆરપીએફ શહેરી વિસ્તારમાં  સુરક્ષા કરી શકે છે પરંતુ તેમને વન્ય પ્રાણીઓના સ્વબાવ, તેના વર્તન તેમજ જંગલ વિસ્તાર વિશે પૂરતી માહિતી નથી હોતી.  ત્યારે આવા સંજોગોમાં   કટોકટીના સંજોગોમાં મુશ્કેલી થઈ શકે છે.

Next Article