junagadh : નેત્રમ સીસીટીવી કેમેરાએ ઉકેલ્યા અનેક ગુના, પોલીસને પ્રથમ રેન્કનો એવોર્ડ મળ્યો

|

Aug 19, 2021 | 10:02 AM

જ્ય સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ સીસીટીવી કેમરા જૂનાગઢ શહેરમા લગાવામાં આવ્યા છે. જે પોલીસની ત્રીજી આંખ તરીકેની ઓળખ ધરાવે છે. જૂનાગઢ શહેરમાં નેત્રમના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે જૂનાગઢ પોલીસ દ્વારા અનેક ગુનાહ શોધી કાઢવામાં આવ્યા છે.

junagadh : રાજ્ય સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ સીસીટીવી કેમરા જૂનાગઢ શહેરમા લગાવામાં આવ્યા છે. જે પોલીસની ત્રીજી આંખ તરીકેની ઓળખ ધરાવે છે. જૂનાગઢ શહેરમાં નેત્રમના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે જૂનાગઢ પોલીસ દ્વારા અનેક ગુનાહ શોધી કાઢવામાં આવ્યા છે. રાજ્યના ડી.જી.દ્વારા જૂનાગઢ પોલીસને પ્રથમ રેન્કનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.

જૂનાગઢ પોલીસને સીસીટીવી કેમરાથી રાજ્યમાં સૌથી વધુ ગુન્હા ઉકેલવામાં સફળતા મળતા ડી.જી. દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે. જૂનાગઢ શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના અલગ અલગ 53 સ્થળો પર 248 સીસીટીવી લગાવવામાં આવ્યાં છે. જે પોલીસની ત્રીજી આંખ તરીકેની ઓળખ ધરાવે છે.

આ સીસીટીવીના આધારે કુલ 201 જેટલા ગુન્હા ડીટેક કરવામાં પોલીસને સફળતા મળી છે. ત્યારે નેત્રમ અધીકારી તરીકે પીએસઆઇ પી.એચ.મશરૂ કામગીરી કરી રહ્યાં છે. અને 53 પોલીસ કર્મીનો સ્ટાફ સતત 24 કલાક કામગીરી કરી શહેરમાં બનતી ઘટનાના મૂળ સુધી પહોંચી ગુનેગારોને ઝડપી લેવામાં આવે છે.

ત્યારે ગુજરાતભરમાંથી માત્ર જૂનાગઢ પોલીસને સીસીટીવીના કેમરાથી ગુન્હા શોધી કાઢવામાં જે સફળતા મળી છે. તેને ધ્યાને લઈને રાજ્યના ડીજી દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે. જુનાગઢ પોલીસની આ સફળતા ગુજરાતના અન્ય પોલીસ સ્ટેશન માટે પણ ઉદાહરણરૂપ બની રહી છે.

 

આ પણ વાંચો : ગુજરાતી સ્ટાર પ્રતિક ગાંધી ફરીથી ચમકશે બોલિવૂડમાં, હંસલ મહેતા સાથે શરુ કર્યું આ ફિલ્મનું શૂટિંગ

આ પણ વાંચો : Video : ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરતા મહિલાનો પગ લપસ્યો, લોકોની સમજદારીથી બચ્યો જીવ

Next Video