AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરતા મહિલાનો પગ લપસ્યો, લોકોની સમજદારીથી બચ્યો જીવ

ટ્રેન સાથે અકસ્માતની કોઇને કોઇ ઘટના આપણે રોજ સમાચારમાં જોતા સાંઙળતા હોઇએ છીએ તેમ છતાં લોકો બેદરકારી દાખવીને પોતાના જીવનને જોખમમાં મુક્તા હોય છે.

Video : ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરતા મહિલાનો પગ લપસ્યો, લોકોની સમજદારીથી બચ્યો જીવ
Video: A woman's leg slipped while trying to board a moving train
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 9:44 AM
Share

મધ્ય પ્રદેશના ઇંદોરમાં ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરતા એક મહિલાનો પગ લપસી ગયો અને મહિલા ટ્રેન અને ટ્રેક વચ્ચે પડી ગઇ. આ ઘટનામાં તેમની સાથે મુસાફરી કરી રહેલા લોકોએ તેમની મદદ કરી અને મહિલાને બહાર કાઢી. સદનસીબે ઘટનામાં આ મહિલા બચી ગઇ અને મોટી દુર્ઘટના થતા અટકી ગઇ.

મળતી માહિતી અનુસાર મહિલા તેના પરિવાર સાથે મુસાફરી કરી રહી હતી. પહેલા તેનો પતિ અને બાળકો સામાન લઇને ટ્રેનમાં ચઢી ગયા. ત્યારબાદ પત્નિ પણ ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરવા લાગી પરંતુ અચાનક તેનું બેલેન્સ બગડ્યુ અને તે પ્લેટફોર્મ પરથી નીચે પડી ગઇ. મહિલાને પડતા જોઇને તરત જ આજુબાજુ ઉભેલા લોકોએ તેમની મદદ કરી અને તેને ઉપર ખેંચી લીધી.

સોશિયલ મીડિયામાં હવે આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ પ્રકારના કેટલાક વીડિયો રોજ સામે આવતા હોય છે જેમાં લોકોની બેદરકારી તેમને ભારી પડી જાય છે. ટ્રેન સાથે અકસ્માતની કોઇને કોઇ ઘટના આપણે રોજ સમાચારમાં જોતા સાંભળતા હોઇએ છીએ તેમ છતાં લોકો બેદરકારી દાખવીને પોતાના જીવનને જોખમમાં મુક્તા હોય છે. રેલવે વિભાગ પણ  આ માટે લોકોને ચેતવણી આપતુ રહે છે. તેમ છતાં લોકો પોતાના જીવને જોખમમાં મુકી દે છે.

વીડિયો જોઇને લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યુ કે, આસપાસના લોકોએ તેમનો જીવ બચાવ્યો પણ વીડિયો જોઇને ખબર પડે છે કે ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન ક્યારે નહી કરવો.

અન્ય એક યૂઝરે લખ્યુ કે, એક ભૂલ અને તમારી જીંદગી ખરાબ, લોકો આટલા બધા બેદરકાર કઇ રીતે હોય શકે છે.

આ પણ વાંચો –

Maharashtra : CM ઉદ્ધવ ઠાકરેના મંત્રીએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું “જન આશિર્વાદ યાત્રાથી કોવિડને ખુલ્લું આમંત્રણ”

આ પણ વાંચો –

શું વિદેશ યાત્રા માટે જરૂરી પડશે Booster Dose ? યાત્રીઓ માટે આ દેશોએ નક્કી કરી છે કોરોના વેક્સિનની ‘Expiry Date’

આ પણ વાંચો –

Afghanistan Crisis : ‘મારી પાસે ચપ્પલ બદલવાનો પણ સમય ન હતો, કોઇ રૂપિયા લઇને નથી ભાગ્યો’ : અશરફ ગની

Follow Us
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">