Junagadh : સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ એટહોમ કાર્યક્રમ યોજાયો, રાજયપાલ અને સીએમ રૂપાણી હાજર રહ્યાં

|

Aug 14, 2021 | 8:51 PM

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ એટહોમ કાર્યક્રમ (At Home)કૃષિ યુનિવર્સિટી સરદાર પટેલ સભાગૃહ ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાતના રાજયપાલઅને સીએમ રૂપાણી સહિતના મહાનુભાવો હાજર રહ્યાં હતા.

જૂનાગઢ(Junagadh)માં રાજય કક્ષાના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવવાની છે. ત્યારે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ એટહોમ કાર્યક્રમ (At Home)કૃષિ યુનિવર્સિટી સરદાર પટેલ સભાગૃહ ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાતના રાજયપાલઅને સીએમ રૂપાણી સહિતના મહાનુભાવો હાજર રહ્યાં હતા. આ ઉપરાંત આ કાર્યક્રમમાં શહેરના અગ્રણી નાગરિકો, સાધુસંતો તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

15મી ઓગસ્ટના સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થશે.ત્યારે આ ઉજવણી પહેલા જૂનાગઢના તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.મહત્વપૂર્ણ છે કે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ રાજ્યકક્ષાની ઉજવણીમાં હાજરી આપશે.ત્યારે રાજ્યકક્ષાની ઉજવણી પહેલા જૂનાગઢને સોળે શણગાર સજાવવમાં આવ્યા છે.

પ્રાચીન અને ઐતિહાસિક ઇમારતો સાથે સરકારી કચેરીઓ રંગબેરંગી લાઇટથી ઝળહળી ઉઠી છે.તો બીજી તરફ પોલીસ વિભાગ પણ રાજ્યકક્ષાની ઉજવણીમાં થનારી પરેડ માટે રીહર્સલ દ્વારા તૈયારીઓ કરી રહ્યું છે.સ્વતંત્રતા પર્વની ઉજવણી સમયે પોલીસ વિભાગના જવાનો અવનવા કરતબો બતાવશે.જેમાં પોલીસ વિભાગની વિવિધ ટીમો દિલધડક સ્ટંટ કરશે તો ઘોડેસવાર પોલીસ પણ પોતાનું કૌવત દર્શાવશે

આ પણ વાંચો : દીકરીના લગ્ન માટે Anil Kapoorએ કરી છે જોરદાર તૈયારી, Photosમાં જુઓ કે કેવું ખાસ રીતે શણગારવામાં આવ્યું છે ઘર

આ પણ વાંચો : Ahmedabad: ફરજિયાત વેક્સિનેશનની સમય મર્યાદા વધારવા વેપારીઓની માંગ, હજુ 20 ટકા વેપારીઓનું રસીકરણ બાકી

 

Next Video