Ahmedabad: ફરજિયાત વેક્સિનેશનની સમય મર્યાદા વધારવા વેપારીઓની માંગ, હજુ 20 ટકા વેપારીઓનું રસીકરણ બાકી
કોર્પોરેશન અને રાજ્ય સરકારનો સહયોગ દ્વારા 80 ટકા વેપારીઓને વેક્સિન મળી ચૂકી છે. પરંતુ હજુ વેક્સિનનો જથ્થો ઓછો હોવાના કારણે 20 ટકા વેપારીઓને વેક્સિન લેવાની બાકી છે.
કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને પગલે સરકાર વેક્સીનેશન ઝડપી કરી રહી છે. જેમાં પણ ખાસ વેપારીઓને 15 ઑગસ્ટ પહેલા ફરજીયાત વેક્સીન લેવા આદેશ કર્યો છે.જેને પગલે વેપારીઓએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. કોર્પોરેશન અને રાજ્ય સરકારનો સહયોગ દ્વારા 80 ટકા વેપારીઓને વેક્સિન મળી ચૂકી છે. પરંતુ હજુ વેક્સિનનો જથ્થો ઓછો હોવાના કારણે 20 ટકા વેપારીઓને વેક્સિન લેવાની બાકી છે.
એવામાં વેપારીઓનું કહેવું છે કે જો રાજ્ય સરકાર વેપારીઓ માટે વેક્સિનેશનની સમય મર્યાદા માટે રાહત નહીં આપે તો તહેવારોના સમયમાં વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
ઉલ્લેખનીય છે આ અગાઉ સરકારે વેપારીઓ માટે ફરજિયાત રસીકરણ તારીખ 31 જુલાઇ સુધી લંબાવી હતી અને ત્યાર બાદ આ તારીખ 15 ઓગષ્ટ સુધી લંબાવવામાં આવી છે.
આ પણ વાંચો : Tulsi Farming : તુલસીની ખેતીમાં નજીવું રોકાણ કરવાથી થશે મબલક કમાણી
આ પણ વાંચો : સૌરવ ગાંગુલીના મોટા ભાઇની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ
દારૂબંધીને કારણે ગુજરાતને 'મોટું આર્થિક નુકસાન' - જુઓ Video
જુનાગઢના શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યા 7 રેલવે ફાટકો
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
