Junagadh: ભારે પવનને કારણે સતત છઠ્ઠા દિવસે ગિરનાર રોપવે બંધ, પવનનો વિડીયો થયો વાયરલ

|

Aug 01, 2021 | 4:04 PM

ગીરનાર પર્વત પર ભારે પવનને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીરનાર રોપવે (Girnar ropeway) સતત છઠા દિવસે બંધ કરવામાં આવ્યો છે. ગીરનાર પર્વત પર પવનની ગતિ ધીમી થયા બાદ રોપવે ફરીથી શરૂ કરવામાં આવશે.

પ્રસિદ્ધ ગીરનાર પર્વત પર ગીરનાર રોપવે (Girnar ropeway)છેલ્લા 5 દિવસથી બંધ છે. આજે એટલે કે સતત છઠા દિવસે પણ ગિરનાર રોપ વે બંધ છે. ગિરનાર પર્વતપર ભારે પફન ફૂંકાઈ રહ્યો છે. ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ઉલ્લેખનીય છે કે,ભારે પવનને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીરનાર રોપવે (Girnar ropeway) બંધ કરવામાં આવ્યો છે. પવનની ગતિ ધીમી થયા બાદ રોપવે ફરીથી શરૂકરવામાં આવશે. ગીરનાર રોપવે બંધ હોવાથી હાલ પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

 

 

ચોમાસાની ઋતુને કારણે ગીરનાર પર્વતની લીલોતરી અને સુંદરતા લોકોને આકર્ષી રહી છે, પણ રોપવે બંધ હોવાથી પ્રવાસીઓ આ આનંદ માણી શકતા નથી.

વરસાદના કારણે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે. દાતાર પર્વત, દામોદર કુંડ અને વિલિંગ્ડન ડેમ કુદરતી સૌંદર્યનો અદભૂત નજારો જોવા મળે છે.

આ પણ વાંચો :રેલવેમાં તમારી RAC સીટ હોય અને પ્રવાસ ના કરો તો ટિકીટના પૈસા પરત મળે ? જાણો શું છે રેલવેના નિયમ

આ પણ વાંચો :આ દેશમાં ફૂલી વેક્સીનેટેડ પ્રવાસીઓ જઈ શકશે, પરંતુ આ વેક્સિન લેનારને જ મળશે એન્ટ્રી

Next Video