આ દેશમાં ફૂલી વેક્સીનેટેડ પ્રવાસીઓ જઈ શકશે, પરંતુ આ વેક્સિન લેનારને જ મળશે એન્ટ્રી

કોરોના મહામારીને કારણે ઘન દેશોમાં પ્રવાસીઓને એન્ટ્રી આપવામાં આવતી ના હતી. પરંતુ વિશ્વના આ દેશમાં ફૂલી વેક્સીનેટેડ પ્રવાસીઓ જઈ શકશે, પરંતુ આ વેક્સિન લેનારને જ મળશે એન્ટ્રી

આ દેશમાં ફૂલી વેક્સીનેટેડ પ્રવાસીઓ જઈ શકશે, પરંતુ આ વેક્સિન લેનારને જ મળશે એન્ટ્રી
પ્રતીકાત્મક તસ્વીર

કોરોના મહામારીને કારણે ઘણા દેશમાં એન્ટ્રી આપવામાં આવતી ના હતી. પરંતુ વિશ્વના આ દેશમાં હવે ફૂલી વેક્સીનેટેડ પ્રવાસીઓ જઈ શકશે. સાઉદી અરેબિયા (Saudi Arabia) રવિવારથી ફુલી વેક્સીનેડ વિદેશી પ્રવાસીઓને પ્રવેશ આપી રહ્યું છે. કોરોનાવાયરસ રોગચાળાને કારણે વિદેશી પ્રવાસીઓને 17 મહિનાથી દેશમાં પ્રવેશ આપવામાં આવતો ન હતો. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રવાસન મંત્રાલયે જાહેરાત કરી છે કે કિંગડમ વિદેશી પ્રવાસીઓ માટે તેના દરવાજા ખોલી રહ્યું છે અને પ્રવાસી વિઝા ધારકો (Tourist Visa holders) માટે પ્રવેશ પર પ્રતિબંધ 1 ઓગસ્ટથી નાબૂદ કરવામાં આવી રહ્યો છે.

સાઉદી અરેબિયાના પર્યટન મંત્રાલયે કહ્યું કે જે પ્રવાસીઓએ સાઉદી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી ફાઈઝર, એસ્ટ્રાઝેનેકા, મોર્ડેના અને જોન્સન એન્ડ જોનસન રસી લગાવી છે. તેમને ક્વોરેન્ટાઇન વગર દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. જેઓ ટુરિસ્ટ વિઝા મેળવવા ઇચ્છે છે તેઓ સ્પિરિટ ઓફ સાઉદી વેબસાઈટ visitaudi.com દ્વારા અરજી કરી શકે છે. જો મુસાફરો આગમન સમયે વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવે છે, તો તેમને ફરજિયાત ક્વોરેન્ટાઇનની જરૂર નથી. આ સિવાય, તેઓએ નેગેટિવ RT-PCR રિપોર્ટ બતાવવો પડશે.

વૈશ્વિક છબી સુધારવા માટે પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે
રિયાદે તેના પર્યટન ઉદ્યોગને વેગ આપવા માટે અરબો ડોલરનો ખર્ચ કર્યો છે. તેના તેલ આધારિત અર્થતંત્રને વિવિધતાપૂર્ણ બનાવી શકાય.આ જ કારણ છે કે કિંગડમે તેની વૈશ્વિક છબી સુધારવા માટે 2019 માં પ્રથમ વખત પ્રવાસી વિઝા આપવાનું શરૂ કર્યું. સપ્ટેમ્બર 2019 અને માર્ચ 2020 ની વચ્ચે, સાઉદી અરેબિયાએ ચાર લાખ વિઝા આપ્યા, પરંતુ પછી કોરોના મહામારી આવી જવાને કારણે વિઝા આપવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે. આ સિવાય કોરોનાને કારણે હજ યાત્રા પણ પ્રભાવિત થઈ હતી.

ભારત સહિત રેડ લિસ્ટમાં સામેલ દેશોની યાત્રા પર ત્રણ વર્ષનો પ્રતિબંધ રહેશે
સાઉદી અરેબિયાએ કહ્યું છે કે તેણે રાજ્યની ‘રેડ લિસ્ટ’માં સમાવેશ દેશોમાં મુસાફરી કરતા નાગરિકો પર ત્રણ વર્ષનો પ્રવાસ પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે આ અંગે માહિતી આપતા મીડિયાને જણાવ્યું હતું કે, કોરોનાવાયરસ અને તેના નવા વેરિઅન્ટથી બચવાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સાઉદી અરેબિયાએ અફઘાનિસ્તાન, આર્જેન્ટિના, બ્રાઝિલ, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઇન્ડોનેશિયા, લેબેનોન, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, તુર્કી, વિયેતનામ અને સંયુક્ત આરબ અમીરાત સહિતના ઘણા દેશોની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે.

આ પણ વાંચો : એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સની પહેલી નોકરીની અરજીની આટલા કરોડમાં કરવામાં આવી હરાજી

આ પણ વાંચો : ભારતથી ચોરી થયેલી 14 મૂલ્યવાન કલાકૃતિને પરત કરશે ઓસ્ટ્રેલિયા, કાંસા અને પથ્થરની મૂર્તિ છે સામેલ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati