Junagadh: ગુજરાતની શાન સમા વનરાજની સુરક્ષા માટે જીવના જોખમે ફરજ બજાવતા વનવિભાગના કર્મચારીઓ

|

Jul 24, 2022 | 9:57 PM

સિંહોની (Lion safety) સુરક્ષા માટે તૈનાત વન વિભાગ કર્મચારી અને ટ્રેકરો ગમે તેવી પરિસ્થિતિમાં નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવતા હોય છે તેઓ સિંહનું અવલોકન કરી સિંહોની નાનામાં નાની વિગતો પણ ધ્યાન રાખશે. સિંહો બીમાર છે કે ઇજાગ્રસ્ત છે, તેનું નિરીક્ષણ કરી તમામ રિપોર્ટ RFOને કરવામાં આવે છે.જરૂર જણાય તો સિંહો માટે વેટરનરી ડોક્ટરોની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

Junagadh: ગુજરાતની શાન સમા વનરાજની સુરક્ષા માટે જીવના જોખમે ફરજ બજાવતા વનવિભાગના કર્મચારીઓ
Lion
Image Credit source: File Photo

Follow us on

એશિયાટીક સિંહોનું રહેઠાણ એટલે ગીરનો જંગલ (Sasan Gir) વિસ્તાર, અહીં હાલમાં સિંહોનું અવલોકન કરીને તેની નાનામાં નાની કામગીરી અંગેનો અહેવાલ આરએફઓને (RFO) આપવામાં આવે છે તેના માટે વન વિભાગના ટ્રેકર્સ અને વનપાલ કર્મચારીઓ કપરી પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા હોય છે. હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે અને સાસણ ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે સિંહની સુરક્ષા માટે ચોમાસા દરમિયાન જંગલ વિસ્તારમાં કામ કરવું એ વન વિભાગ માટે કપરી કામગીરી હોય છે. જંગલ અને કાદવકિચડવાળા રસ્તે ચાલીને આ કર્મચારીઓ સિંહ અંગેની તમામ બાબતો નોંધે છે. ભારે વરસાદમાં પણ વહેલી સવારથી સિંહોની (Lion safety) સુરક્ષા માટે તૈનાત વન વિભાગ કર્મચારી અને ટ્રેકરો ગમે તેવી પરિસ્થિતિમાં નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવતા હોય છે તેઓ સિંહનું અવલોકન કરી સિંહોની નાનામાં નાની વિગતો પણ ધ્યાન રાખશે. સિંહો બીમાર છે કે ઈજાગ્રસ્ત છે, તેનું નિરીક્ષણ કરી તમામ રિપોર્ટ RFOને કરવામાં આવે છે. જરૂર જણાય તો સિંહો માટે વેટરનરી ડોક્ટરોની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

સિંહની સુરક્ષા માટે દિવસ રાત જોયા વિના કરે છે કામ

સાસણ અને ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે સિંહની સુરક્ષા માટે રાત દિવસ જોયા વગર ખડેપગે રહેતા વન વિભાગના ટ્રેકરો અને વનપાલ કર્મચારીઓ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાની ફરજ બજાવે છે. ચોમાસા દરમિયાન જંગલ વિસ્તારમાં કામ કરવું એ વન વિભાગ માટે કપરી કામગીરી છે. ધોધમાર વરસાદમાં પણ વહેલી સવારથી સિંહોની સુરક્ષા માટે તૈનાત વન વિભાગ કર્મચારીઓ અને ટ્રકરો ગમે તેવી પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારે કોમ્પ્રોમાઈઝ કર્યા વગર નિષ્ઠાપૂર્વક પોતાની કામગીરી નિભાવે છે તે પછી ધોધમાર વરસાદ હોય કે કાદવ કિચડથી ખદબદતો રસ્તો, આવા રસ્તે ચાલીને પણ કર્મચારીઓ સિંહોનું અવલોકન કરીને નાનામાં નાની વિગતોનું ધ્યાન રાખે છે અને સવારથી સાંજ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ચોમાસા દરમિયાન સિંહનો સંવર્ધકાળ ચાલતો હોય છે, ત્યારે સિંહણને પામવા અને પોતાનું આધિપત્ય જમાવવા માટે બે નર સિંહો વચ્ચે ઈનફાઈટના કિસ્સાઓ બનતા હોય છે, ઉપરાંત સિંહણ વશ કરવા માટે ક્યારેક સિંહ બાળનો પણ શિકાર કરતા હોય છે તેવી પરિસ્થિતિમાં જીવના જોખમે વનપાળો કામ કરતા હોય છે. તેઓ સિંહનું અવલોકન કરીને જાણતા હોય છે કે સિંહો બિમાર થયા છે કે પછી ઈજાગ્રસ્ત થયેલા છે. વન વિભાગ દ્વારા આપેલા સાધનોથી નિરીક્ષણ કરી તમામ રિપોર્ટ આરએફઓને કરવામાં આવે છે.

જરૂર જણાય તો સિંહો માટે વેટરનરી ડૉક્ટરોની વ્યવસ્થા માટે જાણ કરતા હોય છે. માત્ર જંગલમાં અવસ્થા દરેક વન્ય જીવોની ઉપર નજર રાખતા ટ્રેકરો અને વનપાલ કર્મચારીઓ ખડેપગે હોય છે ખાસ કરીને વન્ય પ્રાણીઓમાં ખાસ હિંસક દીપડા હોય છે. હિંસક પ્રાણીઓથી ડર્યા વગર પોતાની ફરજ સિંહોને સુરક્ષા પ્રદાન કરે છે ગુજરાતની અને સમગ્ર દેશની શાન સમા સિંહોની સુરક્ષા અને તંદુરસ્તી માટે સતત કટિબદ્ધ એવા ટ્રેકરો અને વનપાલની કામગીરી બિરદાવવા લાયક છે.

વિથ ઇનપુટ ક્રેડિટ: વિજયસિંહ પરમાર

Next Article