Junagadh: ખેતરોમાં દવાનો છંટકાવ હવે ડ્રોન દ્વારા, ખેડૂતો 28 ઓગસ્ટ સુધી કરાવી શકશે નોંધણી

ખેડૂતો આધુનિક ટેકનોલોજી અપનાવતા થાય તે માટે ડ્રોન (Drone) દ્વારા દવા છંટકાવની યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોએ એક એકરમાં દવાઓનો છંટકાવ કરવા માટે રૂ. 100 જ ખર્ચવા પડશે. જેમાં એક એકર દીઠ રાજ્ય સરકાર રૂ. 500ની સહાય આપશે.

Junagadh: ખેતરોમાં દવાનો છંટકાવ હવે ડ્રોન દ્વારા, ખેડૂતો 28 ઓગસ્ટ સુધી કરાવી શકશે નોંધણી
Junagadh: Field spraying now through drones
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 8:06 PM

જૂનાગઢ (Junagadh) જિલ્લામાં ખેતરોમાં વિવિધ પાકોમાં દવાઓના છંટકાવ માટે ડ્રોનનો (Drone) ઉપયોગ  શરૂ કરવામાં આવ્યા છે. જે  શોષક પ્રકારની દવાઓમાં છંટકાવમાં અસરકારક સાબિત થશે. ખેડૂતોને એક એકર જમીનમાં 90થી 100 રૂપિયાના ખર્ચે  ડ્રોન દ્વારા દવાનો છંટકાવ થઈ શકશે. આ દવા છંટકાવ માટે સરકાર દ્વારા ખેડૂતોને સહાય પણ અપાશે. ખેડૂતો આધુનિક ટેકનોલોજી અપનાવતા થાય તે માટે ડ્રોન (Drone) દ્વારા દવા છંટકાવની યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ એક એકર દીઠ રાજ્ય સરકાર રૂ. 500ની સહાય આપશે. જેના માટે  ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ (Khedut portal) પર તારીખ 28 ઓગસ્ટ સુધીમાં રજીસ્ટ્રેશ કરવાનું રહેશે.

રાજ્ય સરકાર દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી કૃષિ ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ખેડૂતો (Farmer) માટે ડ્રોન દ્વારા નેનો યુરિયાના છંટકાવની યોજનાનો પ્રારંભ થયો છે. ગાંધીનગરના મોટા ઈસનપુરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ડ્રોનથી યુરિયાના છંટકાવની યોજનાનો પ્રારંભ કરાવ્યો, આ દરમ્યાન ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી તેમજ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા ટોચના આગેવાનો ઉપસ્થિત રહ્યા. મહત્વપૂર્ણ છે કે વર્ષ 2022-23 દરમ્યાન કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજી-કૃષિ વિમાનના ઉપયોગ અંગેની નવી યોજના માટે કુલ 3500 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે સાથે જ સરકારે આ યોજનાનો વધુ પ્રમાણમાં ખેડૂતો લાભ લે તે માટે સબસીડીની પણ જાહેરાત કરી છે.

નેનો યુરિયાના છંટકાવ માટે ખાસ 2થી 3 ગામોના 1500 એકરના ક્લસ્ટર બનાવવામાં આવશે. જેમાં ડ્રોન દ્વારા યુરિયાનો છંટકાવ કરવામાં આવશે. એગ્રીકલ્ચર ડ્રોન ટેક્નોલોજી દ્વારા ડ્રોનમાં લિક્વિડ યુરિયા ભરવામાં આવે છે. જે બાદ ડ્રોનને એક નિશ્ચિત ઉંચાઈ પર લઈ જવામાં આવે છે અને ત્યારબાદ ત્યાંથી યુરિયાનો છંટકાવ કરવામાં આવે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જો ખેતરોમાં ખાતર છાંટવામાં આવે તો તેના માટે ખેડૂતે ખેતરમાં ઉતરવું પડે છે વળી કોઇ પણ ખાતરને હાથ વડે જ છાંટવામાં આવે છે જેના કારણે કેટલીક વાર ખાતરોનું અસમાન વિતરણ થાય છે, વળી જ્યારે ખેડૂત ખેતરોમાં યુરિયાનો છંટકાવ કરવા જાય છે, ત્યારે ઘણી વખત તેને પાણી ભરાયેલા અથવા કીચડવાળા ખેતરોમાં ઉતરવું પડે છે, જેના કારણે ઘણી વખત ખેડૂતોના પગના તળિયાને પણ નુકસાન થાય છે, પરંતુ કૃષિ ડ્રોન ટેકનોલોજીના આગમનથી ખેડૂતોએ આવા કોઈ ખેતરમાં ઉતરવું પડશે નહીં. નવી ડ્રોન ટેકનોલોજીથી ખેડૂતોની તમામ મુશ્કેલીઓ દૂર થશે કૃષિ નિષ્ણાતોના મતે ઘણી વખત સીડી જેવા ખેતરોમાં બિયારણ પહોંચાડવાનું કામ પણ આ કૃષિ ડ્રોન ટેક્નોલોજીથી કરી શકાય છે. આ સાથે આ ખેતરોમાં યુરિયાનો છંટકાવ કરવાથી પણ ઘણો ફાયદો થશે અને ખેડૂતોને કપરા ચઢાણ પણ ઓછા કરવા પડશે.

g clip-path="url(#clip0_868_265)">