JUNAGADH : વાવાઝોડામાં જંગલમાં વૃક્ષો ધરાશાયી થતાં વનરાજ સહિત તૃણાહારીઓ માટે સર્જાશે અનુકૂળ સ્થિતિ, જાણો કઈ રીતે ?

|

May 29, 2021 | 8:11 PM

વાવાઝોડાએ કુદરતી રીતે જંગલની ગીચતામાં ઘટાડો કર્યો છે જેને કારણે હવે આગામી દિવસોમાં જંગલના રાજા સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓને જંગલમાં અનુકૂળતા ભર્યા ઘાસના મેદાનો મળી રહેશે.

JUNAGADH : વાવાઝોડામાં જંગલમાં વૃક્ષો ધરાશાયી થતાં વનરાજ સહિત તૃણાહારીઓ માટે સર્જાશે અનુકૂળ સ્થિતિ, જાણો કઈ રીતે ?
પ્રતિકાત્મક તસવીર

Follow us on

JUNAGADH :  સૌરાષ્ટ્ર પર ત્રાટકેલા વાવાઝોડા (Cyclone Tauktae) ને પગલે વિનાશ જોવા મળ્યો છે. સૌ કોઈ વાવાઝોડાની વિપરીત અસરોને લઈને ત્રાહિમામ પોકારી ગયા છે. વાવાઝોડું ગીરના સિંહો અને અન્ય પ્રાણીઓ માટે જાણે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યું છે. વાવાઝોડા ને કારણે ગીર (Gir) અને સેન્ચુરી વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે જેને કારણે જંગલમાં કેટલોક મેદાની વિસ્તાર કુદરતી રીતે બની રહ્યો છે.

આ વિસ્તારમાં હવે ચોમાસા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઘાંસ ઉગી નીકળવાની શક્યતાઓ વનવિભાગના અધિકારીઓએ વ્યક્ત કરી રહ્યા છે. જે સિંહ અને અન્ય તૃણાહરી પ્રાણીઓ માટે ખૂબ આશાસ્પદ માનવામાં આવી રહ્યું છે.

ગત 18મી તારીખે સૌરાષ્ટ્ર પર વાવાઝોડું ત્રાટક્યું હતું જેને લઇને દરિયા કાંઠાના અને ગીર વિસ્તારમાં ખૂબ જ નુકસાન જોવા મળ્યું હતું. આ વાવાઝોડાને પગલે ગીર અને રાષ્ટ્રીય અભ્યારણ માં પણ અનેક વૃક્ષો જમીનદોસ્ત થયા છે. વૃક્ષો જમીનદોસ્ત થવા ને કારણે અહીં જોવા મળતા સિંહ સહિત અન્ય પ્રાણીઓ કે જે ઘાંસ પર જીવન નિર્વાહ કરે છે,

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

તેવા હરણ, ચિતલ, સાંભર સહિત ઘાસ ખાનારા પ્રાણીઓ માટે આ વાવાઝોડું ખૂબ જ આશિર્વાદ સમાન સાબિત થઇ શકે છે. જેને કારણે ગીર અને અભયારણ્ય વિસ્તારમાં વૃક્ષો ઢળી જવાને કારણે અહીં કુદરતી મેદાન નિર્માણ પામ્યા છે. આગામી ચોમાસામાં આ વિસ્તારમાં ઘાસ ઉગી નીકળશે જે સિહ સહિત અન્ય વન્ય પ્રાણીઓ માટે ખૂબ જ આશાસ્પદ માનવામાં આવી રહ્યું છે.

ઘાસિયા મેદાનનુ સર્જન થતા સિંહ અને અન્ય પશુ પ્રાણીઓ માટે પણ જવાઈ રહ્યો છે આશાવાદ
વાવાઝોડાને પગલે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે જેને પગલે ગીર વિસ્તાર અને અભ્યારણ્ય મેદાનનું સર્જન થતું જોવા મળી રહ્યું છે. ગીચ જંગલ હોવાને કારણે પણ સિહ સહિત અન્ય પ્રાણીઓને પશુઓને પણ અગવડતા થતી હતી પરંતુ સર્વોચ્ચ અદાલતના ચુકાદાને આધીન જંગલ વિસ્તારમાં ઝાડ કાપવાની મંજૂરી આપવામાં આવતી નથી તેને કારણે પાછલા કેટલાક વર્ષોથી ગીરનું જંગલ વધુ ગીચ બની રહ્યું છે.

આવી પરિસ્થિતિમાં આવેલા વાવાઝોડાએ કુદરતી રીતે જંગલની ગીચતામાં ઘટાડો કર્યો છે જેને કારણે હવે આગામી દિવસોમાં જંગલના રાજા સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓને જંગલમાં અનુકૂળતા ભર્યા ઘાસના મેદાનો મળી રહેશે.

ઘાસના મેદાનો મળવાથી સિંહને શિકાર કરવાની અનુકૂળતા અને ઘાસ પર આધારિત પશુઓની જરૂરિયાત જંગલમાં પૂર્ણ થશે
વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થતા હવે આગામી ચોમાસા દરમિયાન ઘાસના મેદાન જેવી નવી વ્યવસ્થા ગીર અને અભ્યારણ મા જોવા મળશે. જેને કારણે ગીરના સિંહોને શિકાર કરવા સુધીની ખૂબ જ અનુકૂળતાઓ મળી રહેશે. વધુમાં જંગલ વિસ્તારમાં જ ઘાસિયા મેદાનો થવાને કારણે સાંભર, નીલગાય, ચિતલ, હરણ સહિત અનેક પશુઓ જે ઘાસની તંગી હોવાને કારણે જંગલ વિસ્તાર બહાર નીકળતા જોવા મળી રહ્યા છે.

]જેની પાછળ સિંહ પણ જંગલની હદ વટાવીને બહાર જોવા મળી રહ્યો છે ત્યારે હવે જંગલમાં વાવાઝોડા ને કારણે ઘાસના મેદાનનું નિર્માણ થવાની જગ્યા થતાં જંગલમાં જ તૃણાહારી પ્રાણીઓને રહેવાની અનુકૂળતા મળી રહેશે જેને કારણે જંગલના રાજાને શિકાર સહિત તેના કુદરતી રહેઠાણમાં પણ અનેક સગવડતાઓ ઉભી થઇ શકે છે.

આ પણ વાંચો : BHAVNAGAR: 20 વર્ષથી તૂટેલી છે ઘોઘા ગામ ફરતે આવેલી દરિયાઈ સંરક્ષણ દીવાલ, અનેક રજૂઆત છતાં સ્થિતિ ‘જૈસે થે’

 

Published On - 8:07 pm, Sat, 29 May 21

Next Article